<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાના મહાકુંભનો કાલથી શુભારંભ

સચિવ આર. આર. વ્યાસ દ્વારા કડક માર્ગદર્શિકા જારી : SSCE અને HSCE મુખ્ય પરીક્ષા-૨૦૨૬ માટે વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને સંસ્કૃત પ્રથમા-મધ્યમાનું ટાઈમ ટેબલ પ્રસિદ્ધ; ૧૫ મિનિટનો વધારાનો સમય, કેલ્કયુલેટરના નિયમો અને OMR પદ્ધતિ અંગેની તમામ વિગતો જાહેર

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૬ની માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (SSCE) અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSCE) નો સત્તાવાર અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડના સચિવ આર. આર. વ્યાસની યાદી મુજબ, રાજ્યભરમાં ધોરણ-૧૦ અને ૧૨ના તમામ પ્રવાહોની પરીક્ષાઓ આગામી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬થી શરૂ થશે.

ધોરણ-૧૦ (SSCE) અને સંસ્કૃત પ્રથમાનો વિગતવાર કાર્યક્રમ

ધોરણ-૧૦ની પરીક્ષાઓ સવારે ૧૦ થી ૦૧:૧૫ દરમિયાન યોજાશે. મુખ્ય વિષયોનો કાર્યક્રમ નીચે મુજબ છે.

. ૨૮-૦૨-૨૦૨૬ : પ્રથમ ભાષા (ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ, સિધી, તામિલ, તેલુગુ, ઉડિયા).

. ૦૬-૦૩-૨૦૨૬ : બેઝિક ગણિત.

. ૦૮-૦૩-૨૦૨૬ : વિજ્ઞાન.

. ૧૧-૦૩-૨૦૨૬ : સ્ટાન્ડર્ડ ગણિત.

. ૧૩-૦૩-૨૦૨૬ : દ્વિતીય ભાષા (ગુજરાતી).

. ૧૪-૦૩-૨૦૨૬ થી ૧૬-૦૩-૨૦૨૬ : વોકેશનલ વિષયો (હેલ્થ કેર, રીટેઈલ, બ્યુટી એન્ડ વેલનેસ વગેરે).

. ૧૭-૦૩-૨૦૨૬ : દ્વિતીય ભાષા (હિન્દી, સિધી, સંસ્કૃત, ફારસી, અરબી, ઉર્દૂ).

. ૧૮-૦૩-૨૦૨૬ : સામાજિક વિજ્ઞાન.

સંસ્કૃત પ્રથમા (ધોરણ-૧૦) ની પરીક્ષા પણ ૧૦ થી ૦૧:૧૫ દરમિયાન યોજાશે, જેમાં ૨૬-૦૨ થી ૧૬-૦૩ દરમિયાન સાહિત્યમ્, ગણિત, વિજ્ઞાનમ્, અંગ્રેજી, વ્યાકરણમ્ અને સામાજિક વિજ્ઞાનમ્ જેવા વિષયોની પરીક્ષા લેવાશે.

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ : OMR અને વર્ણનાત્મક પદ્ધતિ

વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ બપોરે ૩ થી ૬:૩૦ દરમિયાન યોજાશે. દરેક પેપર બે ભાગમાં હશે : Part-A (૫૦ ગુણ OMR) અને Part-B (૫૦ ગુણ વર્ણનાત્મક).

. ૨૬-૦૨-૨૦૨૬ : ભૌતિક વિજ્ઞાન.

. ૨૮-૦૨-૨૦૨૬ : રસાયણ વિજ્ઞાન.

. ૦૬-૦૩-૨૦૨૬ : અંગ્રેજી (દ્વિતીય ભાષા).

. ૦૭-૦૩-૨૦૨૬ : અંગ્રેજી (પ્રથમ ભાષા).

. ૦૯-૦૩-૨૦૨૬ : ગણિત.

. ૧૧-૦૩-૨૦૨૬ : કમ્પ્યૂટર અધ્યયન (સૈદ્ધાંતિક - માત્ર OMR).

. ૧૨-૦૩-૨૦૨૬ : પ્રથમ ભાષા (ગુજરાતી, હિન્દી વગેરે).

. ૧૩-૦૩-૨૦૨૬ : દ્વિતીય ભાષા (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વગેરે).

. ૧૬-૦૩-૨૦૨૬ : જીવવિજ્ઞાન.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સંસ્કૃત મધ્યમ

સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ બપોરે ૩ થી ૬:૧૫ દરમિયાન યોજાશે.

. ૨૬-૦૨-૨૦૨૬ : સહકાર અને પંચાયત.

. ૨૮-૦૨-૨૦૨૬ : તત્વજ્ઞાન.

. ૦૬-૦૩-૨૦૨૬ : સમાજશાસ્ત્ર.

. ૦૭-૦૩-૨૦૨૬ : અંગ્રેજી (પ્રથમ/દ્વિતીય ભાષા).

. ૧૦-૦૩-૨૦૨૬ : પ્રથમ ભાષા (ગુજરાતી, હિન્દી વગેરે).

. ૧૨-૦૩-૨૦૨૬ : મનોવિજ્ઞાન / વાણિજ્ય વ્યવસ્થા.

. ૧૭-૦૩-૨૦૨૬ : નામાના મૂળતત્ત્વો.

. ૧૮-૦૩-૨૦૨૬ : અર્થશાસ્ત્ર.

સંસ્કૃત મધ્યમા (ધોરણ-૧૨) ની પરીક્ષાઓ ૨૬-૦૨ થી ૧૬-૦૩ દરમિયાન યોજાશે, જેમાં અનિવાર્ય વ્યાકરણમ્, સાહિત્યમ્, વેદ, આયુર્વેદ જેવા વિષયોનો સમાવેશ થાય છે.

પરીક્ષાર્થીઓ માટે ખાસ સૂચનાઓ

૧. સમય પાલન : પ્રથમ દિવસે ૩૦ મિનિટ અગાઉ અને બાકીના દિવસોમાં ૨૦ મિનિટ અગાઉ કેન્દ્ર પર પહોંચવું.

૨. વધારાનો સમય : પ્રશ્નપત્ર વાંચવા અને વિગતો ભરવા માટે ૧૫ મિનિટનો વધારાનો સમય ફાળવાશે.

૩. સાધનો : મોબાઈલ કે ડિજિટલ ઘડિયાળ પર પ્રતિબંધ છે, પરંતુ ધોરણ-૧૨માં સાદું કેલ્કયુલેટર વાપરવાની છૂટ છે.

૪. પ્રાયોગિક પરીક્ષા : વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ ૦૫-૦૨-૨૦૨૬ થી શરૂ થશે. અન્ય પ્રાયોગિક વિષયોના ગુણ શાળાઓએ ૨૦-૦૨-૨૦૨૬ સુધીમાં ઓનલાઈન મોકલવાના રહેશે.

વિદ્યાર્થીઓએ પોતાના વિષય કોડ, ભાષા કોડ અને પરીક્ષાના સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવા સચિવ આર. આર. વ્યાસે અનુરોધ કર્યો છે.

(4:18 PM IST)