તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
ગાંધીનગરના રાયસણમાં આંબાવાડી ફાર્મ હાઉસમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં શ્રમિકની લાશ મળી
મૃતકના હાથ લાલ કપડાંથી બાંધેલી હાલતમાં મળ્યા: યુવકની હત્યાને લઈ તપાસ શરૂ કર્યા બાદ અમુક શકમંદોની પણ અટકાયત કરી ઉલટ તપાસ શરૂ

ગાંધીનગર ઝાડ ઉપર લટકતી હાલતમાં શ્રમિકની લાશ મળી આવી છે. ગાંધીનગરના રાયસણમાં આંબાવાડી ફાર્મ હાઉસની ઘટના છે, મૃતકના હાથ લાલ કપડાંથી બાંધેલી હાલતમાં મળ્યા છે. ઈન્ફોસિટી પોલીસ અને સ્થાનિક LCB પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે લાશનુ પંચનામું કરવાની તજવીજ હાથ ધરી PM માટે ગાંધીનગર સિવિલ ખસેડી છે. મૃતક યુ.પી. નો હોવાની પ્રાથમિક માહિતી. મૃતક ટેક્સાસ રિસોર્સ નામની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર મજૂરી કામ કરતો હતો. યુવકની હત્યાને લઈ તપાસ શરૂ કર્યા બાદ અમુક શકમંદોની પણ અટકાયત કરી ઉલટ તપાસ શરૂ કરી હોવાના સમાચાર. પોલીસે ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને પણ બોલાવી તપાસ હાથ ધરી છે .
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
