News of Wednesday, 25th February 2026
તંત્રની મહેરબાનીથી ચાલતું રેતી ખનનનું દૂષણ ક્યારે અટકશે..?
નર્મદા જિલ્લામાં વારંવાર રેતી ખનન માફિયા બેફામ બનતા હોવા છતાં તંત્ર કેમ આંખ આડા કાન કરે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં વર્ષોથી રેતી ખનન માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેમાં ખાસ કરીને તંત્રના આશીર્વાદ હોવાનું જાણવા મળે છે ત્યારે આ દૂષણ ક્યારે અટકશે તે કહેવું મુશ્કેલ છે.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રેતી ખનન માફિયા બેફામ બન્યા છે અને નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર હદપાર રેતી ખનન કરતા હોવા છતાં તંત્રના અધિકારીઓનું મૌન ઘણું બધું કહી જાય છે, આમ ચર્ચાતી વાત મુજબ કેટલાક અધિકારીઓના ખિસ્સા ગરમ થતા હોવાથી માફીયાઓ બેરોકટોક ખનન કરી રહ્યા છે. સિસોદ્રા ગામના નર્મદા નદીના પટને તો જાણે ખતમ કરી નાખ્યો છે કેમ કે ગેરકાયદેસર દરરોજ અહીંયા રેતી ખનન કરી હાઈવા ટ્રકોમાં ઓવરલોડ ભરી જતા ટ્રક ચાલકો ને કોઈ રોકનાર પણ નથી માટે હાલમાં જ સિસોદ્રા ગામ ના લોકો એ આવા વાહનોને રોકી હલ્લાબોલ કરતા પોલીસે કેટલાક વાહનો જપ્ત કર્યા હતા. લોકો જાગૃત બની હલ્લાબોલ કર્યા બાદ તંત્ર જાગે છે તો દરરોજ રેતી ભરી જતા આ વાહનો શું તંત્રની નજરમાં નથી આવતા..?
દારૂ ના અડ્ડા પર પણ જાગૃત નાગરિકો અને મહિલાઓ જનતા રેડ કર્યા બાદ તંત્ર જાગે છે તેમાં પણ અધિકારી સુતા જોવા મળે છે ત્યારે રેતી ખનન કે દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃતિ માટે જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરે છે..?
જોકે જાણવા મળ્યા મુજબ રેતી ખનનના વેપલા મા તો કેટલાક રાજકીય આગેવાનો પણ સંડોવાયેલા હોય માટે તંત્રના અધિકારીઓ પણ આ માટે કઈ કરી શકતા નથી તો નદીના સત્યાનાશ વાળતા આ ખનન માફીયાઓ માટે કોણ પગલા લઈ આ દૂષણ કાયમ માટે બંધ કરાવશે..?
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
