<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ગુજરાતમાં પરીક્ષાની મોસમઃ ધો-૧૦-૧૨ની પરીક્ષાનો શુભારંભ

હમ હોંગે કામયાબ.. હમ હોંગે કામયાબ.. મનમેં હૈે વિશ્વાસ પૂરા હૈ વિશ્વાસ હમ હોંગે કામયાબ : કુમકુમ તિલક, મોં મીઠુ કરાવી તમામ પરીક્ષાથીઓનું ઉત્‍સાહવર્ધક સ્‍વાગતઃ સવારથી રાજમાર્ગો પર પરીક્ષાર્થીઓ અને વાલીઓની ચહલપહલઃ રાજકોટના ૮૦ હજાર સહિત ગુજરાતના ૧૫ લાખથી વધુ છાત્રોની કારર્કિદીની મહત્‍વની પરીક્ષાનો શાંતીપૂર્વક પ્રારંભ તા.૨૬-૦૨-૨૦૨૬ ગુરૂવાર પ્રથમ દિવસે કયા વિષયની પરીક્ષા ધો-૧૦: ગુજરાતી, હિન્‍દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ, સિંધી તામીલ તેલગુ, ઉડિયા (તમામ પ્રથમ ભાષા) : ધો-૧૨: સામાન્‍ય પ્રવાહઃ સહકાર પંચાયત, અર્થશાસ્‍ત્રઃ ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહઃ ભોૈતિક વિજ્ઞાન

રાજકોટ, તા.૨૬: આખા વર્ષના શિક્ષણ કાર્યની કસોટીનો મહત્‍વનો દિવસ આવ્‍યો છે. આજે સમગ્ર ગુજરાત રાજયમાં પરીક્ષાનો માહોલ પૂરબહારમાં ખીલ્‍યો છે. સવારથી રાજમાર્ગો પર પરીક્ષાર્થીયો તેમના વાલીઓ સાથે ઉત્‍સાહ-ઉમંગભેર પરીક્ષા કેન્‍દ્રો પર પહોંચ્‍યા છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણબોર્ડ દ્વારા આજથી ધો.૧૦-૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્વક ઉત્‍સાહપૂર્વક માહોલમાં શુભારંભ થયો છે.

ધો. ૧૦-૧૨ના પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષાનો કોઇ ડર ન રહે અને મુકત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે પ્રથમ પ્રશ્નપત્રમાં રાજકોટ સહિત તમામ કેન્‍દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું ઉત્‍સાહપૂર્વક સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું.

પરીક્ષાર્થીઓનું કુમ-કુમ તીલક, મોં મીઠું કરાવી પુષ્‍પગુચ્‍છ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણબોર્ડ દ્વારા કરવામાં આવતા સુચારૂ આયોજનથી પરીક્ષાએ ઉત્‍સવ બની રહી છે.

તા.૨૬મી ફેબ્રુઆરીથી ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષામો પ્રારંભ થયો છે.ગુજરાતમાં કુલ ૧૫ લાખ ૨૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ વર્ષે SSCE અને HSCEની પરીક્ષાઓ તા. ૨૬-૦૨-૨૦૨૬થી પ્રારંભ થનાર છે. આ પરીક્ષામાં કુલ ૧૫.૨૭ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે, ત્‍યારે પ્રત્‍યેક પરીક્ષાર્થી ગેરરીતિમુક્‍ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ સર્વે સાથે મળીને પરીક્ષા સંચાલનનું કાર્ય સુવ્‍યવસ્‍થિતરૂપે  કરી શકે ની એક્‍શન પ્‍લાન મુખ્‍ય પરીક્ષા ૨૦૨૬ તૈયાર કરેલ છે.

પ્રવર્તમાન સમયમાં શિક્ષણના વ્‍યાપમાં વધારો થતાં માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક કક્ષાએ નિયમિતરૂપે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં વધારો થઈ રહ્યો છે. જેઓ બોર્ડની પરીક્ષામાં નિયમિત પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ છે. તદ્‌ઉપરાંત જેઓ શાળામાં નિયમિતરૂપે અભ્‍યાસ કરી શકયા નથી તેવા વિદ્યાર્થીઓ પણ આ જાહેર પરીક્ષામાં ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ છે.

મુખ્‍ય પરીક્ષા-૨૦૨૬ની પરીક્ષાના સુચારુ સંચાલન માટે સમગ્ર રાજયમાં SSCE માટે કુલ ૮૭ ઝોન અને HSCE માટે કુલ-૫૯ ઝોનની રચના કરવામાં આવેલ છે. જયારે SSCE માટે કુલ ૧૦૦૬ કેન્‍દ્રો અને HSCE માટે કુલ ૬૯૫ કેન્‍દ્રો જેમાંથી સામાન્‍ય પ્રવાહના ૫૩૯ કેન્‍દ્રો અને વિજ્ઞાનપ્રવાહના ૧૫૬ કેન્‍દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.

 મુખ્‍ય પરીક્ષા-૨૦૨૬માં SSCE માટે નોંધાયેલા કુલ પરીક્ષાર્થીઓ ૯,૦૭,૧૭૫ છે જેમાં ૭,૬૯,૯૯૪ નિયમિત પરીક્ષાર્થી, ૧૯,૮૨૫ ખાનગી પરીક્ષાર્થી, ૭૦,૭૦૨ રિપીટર પરીક્ષાર્થી, ૫,૩૬૮ ખાનગી રિપીટર પરીક્ષાર્થી અને ૪૧,૨૮૬ પળથ્‍થક (આઇસોલેટેડ) પરીક્ષાર્થીઓ છે, ઉક્‍ત પરીક્ષાર્થી પૈકી ૪,૮૭૭ પરીક્ષાર્થીઓ દિવ્‍યાંગ તરીકે નોંધાયેલ છે.

HSGE સામાન્‍ય પ્રવાહ માટે નોંધાયેલા કુલ પરીક્ષાર્થીઓ ૫,૦૧,૨૮૬ છે. તે પૈકી ૪,૩૭,૨૭૯ નિયમિત પરીક્ષાર્થીઓ, ૩૫,૧૭૪ ખાનગી પરીક્ષાર્થી, ૧૫,૮૧૩ રિપીટર, ૭,૮૭૩ ખાનગી રિપીટર અને ૫,૧૪૭ પળથ્‍થક (આઈસોલેટેડ) પરીક્ષાર્થી નોંધાયેલ છે. ઉક્‍ત પરીક્ષાર્થીઓ પૈકી ૨,૨૯૩ પરીક્ષાર્થીઓ દિવ્‍યાંગ તરીકે નોંધાયેલ છે.

HSCE વિજ્ઞાન પ્રવાહ માટે નોંધાયેલ કુલ પરીક્ષાર્થીઓ ૧,૧૯,૨૬૩ છે. તે પૈકી ૧,૧૧,૨૯૪ નિયમિત પરીક્ષાર્થી, ૭,૬૯૦ રિપીટર પરીક્ષાર્થી અને ૨૭૯ પળથ્‍થક (આઈસોલેટેડ) પરીક્ષાર્થી છે. ઉક્‍ત પરીક્ષાર્થી પૈકી ૧૯૩ પરીક્ષાર્થીઓ દિવ્‍યાંગ તરીકે નોંધાયેલ છે.

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા તા. ૨૬-૦૨-૨૦૨૬થી તા. ૧૮-૦૩-૨૦૨૬ સુધી અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા. ૨૬-૦૨-૨૦૨૬ થી તા. ૧૬-૩-૨૦૨૬ સુધી ચાલનારી પરીક્ષાના વિશાળ એવા સમગ્ર તંત્રમાં સમાવિષ્ટ સર્વેને પરીક્ષાના સુચારૂ સંચાલન માટે શુભકામના પાઠવામાં આવી છે.

ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં ગુજરાતના ૧૪૦ સ્‍ટ્રોંગરૂમમાં પ્રશ્ન પત્રો મોકલી દેવામાં  આવ્‍યા છે. દરેક સ્‍ટ્રોંગરૂમ બહાર થ્રી લેયર સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

સલામતી વ્‍યવસ્‍થાઃ

૧. પરીક્ષાસ્‍થળોની આજુબાજુ જરૂરિયાત મુજબના પ્રતિબંધાત્‍મક ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જરૂરી હુકમો કરાવી, તેનો અમલ કરાવશે.૨. પરીક્ષા સ્‍થળોની આજુબાજુની તમામ ઝેરોક્ષની દુકાનો  બંધ કરાવવાશે.૩. પરીક્ષાવ્‍યવસ્‍થામાં વપરાતા તમામ વાહનો પર બ્‍ફ ચ્‍હ્‍ખ્‍પ્‍ ઝશ્‍વ્‍ળ્‍ લખવામાં આવે તો ય્‍વ્‍બ્‍ કે પોલીસ ખાતું બિનજરૂરી રીતે રોકે નહીં તેની ખાતરી કરવી જોઈએ. ૪. પરીક્ષાસ્‍થળે પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ હોય તેવા તમામ કર્મચારી/અધિકારીને ઓળખપત્રો -આપવામાં આવશે. પોલીસની કામગીરી પરીક્ષા સ્‍થળના કમ્‍પાઉન્‍ડ બહાર કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવાની છે. સ્‍થળ સંચાલક કે બોર્ડ અધિકારીની સૂચના સિવાય પોલીસે પરીક્ષાસ્‍થળ/ખંડમાં પ્રવેશ કરવાનો નથી. 

ધો.૧૦-૧ર ના સૌરાષ્‍ટ્રના પરીક્ષાર્થીઓની સંખ્‍યા

     જિલ્લો          ધો.૧૦               ધો.૧ર વિજ્ઞાનપ્રવાહ              ધો.૧ર સમાન્‍ય પ્રવાહ

૧.   અમરેલી                ૧૯૫૬૭                ૧૬૩૫                 ૧૦૪૭૨

ર.   જામનગર              ૧૭૩૪૩                ૧૯૦૫                 ૯૧૬૯

૩.   જુનાગઢ                ૨૪૮૨૩                ૨૭૫૪                 ૧૧૭૭૨

૪.   રાજકોટ        ૪૬૭૦૫                ૭૯૨૭                 ૨૫૮૭૫

પ.  સુરેન્‍દ્રનગર             ૨૦૦૧૪                ૧૨૭૧                 ૧૦૯૨૩

૬.   પોરબંદર               ૭૨૫૮         ૪૧૩                   ૩૮૮૩

૭.   બોટાદ          ૧૦૦૮૨                ૯૩૦                   ૫૫૪૨

૮.   દેવભૂમી દ્વારકા ૯૧૨૫         ૩૩૧                   ૩૯૩૬

૯.   ગીર સોમનાથ  ૧૮૩૫૫                ૧૪૮૪                 ૯૬૭૨

૧૦.    મોરબી         ૧૪૦૧૪                ૧૮૮૮                 ૬૯૨૬

 

 

(11:30 AM IST)