તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
કચ્છના ગાંધીધામમાં કાર્યરત પોલીસની ‘નેત્રમ'નો ફરી એકવાર રાજયસ્તરે ડંકો
પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન. રાવના હસ્તે પૂર્વ કચ્છ પોલીસને એવોર્ડ એનાયત

અમદાવાદ, તા. રપઃ ગુજરાત સરકારના ‘સેફ એન્ડ સિકયોર ગુજરાત' પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત ગાંધીધામના ‘નેત્રમ' (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) એ રાજ્યસ્તરે ફરી એકવાર ડંકો વગાડ્યો છે. ક્રાઈમ ડિટેક્શન ક્ષેત્રે ઉત્કળષ્ટ કામગીરી બદલ પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસને સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવના હસ્તે પૂર્વ કચ્છ પોલીસને એવોર્ડ એનાયત કરાયો હતો. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત સીસીટીવી કેમેરા નેટવર્ક અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો સચોટ ઉપયોગ કરીને ગુનાખોરી ડામવામાં ગાંધીધામ પોલીસને મોટી સફળતા મળી છે.
જેમાં અલગ અલગ ૬૪૨ જેટલા ગંભીર ગુનાઓ પોલીસ દ્વારા શોધી લેવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ દ્વારા માત્ર ગુનાઓનો ઉકેલ જ નથી આવ્યો, પરંતુ શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પણ પૂર્વ કચ્છ પોલીસે ટેકનોલોજીનો મહત્વપૂર્ણ ઉપયોગ કર્યો હોવાનું સાબિત થયો છે. અપહરણ, ચોરી અને હીટ એન્ડ રનમાં સફળતા, ૫૯૯ ની અટકાયત નેત્રમ ટીમે અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કુલ ૬૪૨ જેટલા ગંભીર ગુનાઓ ઉકેલીને ૫૯૯ આરોપીઓની ધરપકડ કરી છે. ડિટેક્ટ થયેલા ગુનાઓમાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિઓના ૮૮ કેસ,ચોરી અને ચીલઝડપના ૧૯ કેસ,અને રૂપિયા ૨૬.૩૦ લાખ રિકવર, હિટ એન્ડ રનના ૧૨ કેસ, ડેન્જરસ ડ્રાઇવિંગના ૧૭૩ કેસ, ટ્રાફિક વાયોલેશનના ૨૬૮ કેસ તેમજ રોડ અકસ્માતના ૮૨ કેસમાં પોલીસને સફળતા મળી છે
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
