News of Thursday, 26th February 2026
ઈડી દ્વારા ફેમા કાયદા હેઠળ અમદાવાદમાં અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના કુલ ૯ સ્થળોએ દરોડા
ED ને 1.01 કરોડ રૂપિયા રોકડ, 33.34 લાખની વિદેશી ચલણી નોટો, 1.6 કિલો વજનના વિદેશી ચિન્હવાળા 16 સોનાના બાર અને 80 કિલો વજનના 168 ચાંદીના બાર જપ્ત કર્યા

અમદાવાદ : ઈડી દ્વારા ફેમા કાયદા હેઠળ અમદાવાદમાં અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના કુલ ૯ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એમ્બર ટોબેકો અને ઉમદા ટોબેકો બ્રાન્ડ હેઠળ ઉત્પાદન તથા સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ હેઠળ પેકેજિંગ કરતી એકમો પર તપાસ હાથ ધરાઈ હતી.
દરોડા દરમિયાન ED ને 1.01 કરોડ રૂપિયા રોકડ, 33.34 લાખ રૂપિયાની વિદેશી ચલણી નોટો, 1.6 કિલો વજનના વિદેશી ચિન્હવાળા 16 સોનાના બાર (અંદાજિત કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા) અને 80 કિલો વજનના 168 ચાંદીના બાર (અંદાજિત કિંમત આશરે 2 કરોડ રૂપિયા) જપ્ત કર્યા હતા.
તપાસમાં અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારજનોની દુબઈમાં મિલકતો હોવાની માહિતી સામે આવી છે તેમજ ગુનાહિત દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ પણ મળ્યા હોવાનું ED દ્વારા જણાવાયું છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
