તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
અમદાવાદ મનપાની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર : 12 ટકાથી લઈ 15 ટકા સુધી રાહત અપાશે
શહેરીજનો 9 એપ્રિલથી 31 મે સુધી આ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ મેળવી શકશે

અમદાવાદ શહેરના જે નાગરિકો સમયસર ઈમાનદારીથી ટેક્સ ચૂકવે છે, તેમના માટે AMCએ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી છે. શહેરીજનો 9 એપ્રિલથી 31 મે સુધી આ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ મેળવી શકશે. જેમાં 12 ટકાથી લઈ 15 ટકા સુધી રાહત આપવામાં આવશે. એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રાહત અપાશે. તેમજ સળંગ ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12 ટકાની સાથે વધુ 2 ટકાની રાહત મળશે. તેમજ એડવાન્સ ટેક્સનું ઓનલાઈન પેમેન્ટ કરવા પર વધુ એક ટકાની રાહત આપવામાં આવશે.. આ સાથે અમદાવાદ મનપાએ શહેરીજનોને વધુમાં વધુ આ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. .
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
