<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ત્રણ-ચાર દિવસ ગરમીમાં રાહતઃ ૪-૫ માર્ચના પારો ૩૭ થી ૩૯ ડીગ્રીની રેન્‍જમાં

વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની ૨૬ ફેબ્રુઆરીથી ૫ માર્ચ સુધીની આગાહી : આ મહિનાના બાકીના દિવસોમાં દિવસના તાપમાનમાં બે ડીગ્રીનો ઘટાડો થશેઃ હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૩૩ થી ૩૪ ડીગ્રી ગણાયઃ શુક્ર-શનિ ઝાકળની સંભાવનાઃ પવન એવરેજ ૭ થી ૧૫ કિ.મી. તો ક્‍યારેક ૨૫ કિ.મી.ની ઝડપે ફૂંકાશેઃ ૩ માર્ચ પછી ફરી ગરમી વધશે

રાજકોટઃ આગામી ત્રણ-ચાર દિવસ ગરમીમાં રાહત રહેશે. જ્‍યારે ૪ અને ૫ માર્ચના ફરી ગરમીનો રાઉન્‍ડ જોવા મળશે. મહત્તમ તાપમાન ૩૭ થી ૩૯ ડીગ્રીની રેન્‍જમાં આવી જશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

હાલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છના મોટા ભાગમાં નોર્મલ મહત્તમ તાપમાન અંદાજે ૩૩ડીગ્રી થી ૩૪ડીગ્રી આસપાસ ગણાય છે. ગઈકાલે૨૫ ફેબ્રુઆરીએ ઘણા વિસ્‍તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં ૧ડીગ્રી થી ૩ ડીગ્રી વધુ નોંધાયું હતું. જેમ કે અમદાવાદઃ ૩૬.૪ ડીગ્રી, વડોદરાઃ ૩૫.૮ ડીગ્રી, ભુજઃ ૩૬.૪ડીગ્રી, રાજકોટઃ ૩૬.૦ ડીગ્રી, ડીસાઃ ૩૫.૭ ડીગ્રી, અમરેલીઃ ૩૫.૫ ડીગ્રી નોંધાયેલ હતું.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટે ૨૬ ફેબ્રુઆરી થી ૫ માર્ચ ૨૦૨૬ સુધીની આગાહી કરતાં જણાવેલ કે હાલ દિવસ દરમિયાન તાપમાન નોર્મલ કરતાં વધુ ચાલી રહ્યું છે.

ફેબ્રુઆરીના બાકી દિવસોમાં મહત્તમ તાપમાનમાં અંદાજે ૨ડીગ્રી નો ઘટાડો થવાની શક્‍યતા છે, જેના કારણે તાપમાન નોર્મલની નજીક આવશે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલથી ૧ડીગ્રી થી -૧ડીગ્રી ની રેન્‍જમાં રહેવાની સંભાવના છે.

૩ માર્ચ પછી ફરીથી ગરમીમાં વધારો થવાની શક્‍યતા છે. પ્રદેશના ઘણા વિસ્‍તારોમાં ૪ અને ૫ માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન ૩૭ડીગ્રી થી ૩૯ ડીગ્રી સુધી પહોંચી શકે છે.

આગામી કેટલાક દિવસોમાં કચ્‍છ અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં પવનની ઝડપ ૧૦ થી ૨૦ કિમી/કલાક રહેવાની શક્‍યતા છે.

સમગ્ર વિસ્‍તારમાં સામાન્‍ય રીતે પવનની ઝડપ ૭ થી ૧૫ કિમી/કલાક રહેશે, જ્‍યારે કેટલાક દિવસોમાં ઝાટકા ના પવનની ઝડપ ૨૫ કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

૨૭-૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચે, ખાસ કરીને વહેલી સવારે, કચ્‍છ અને પヘમિ સૌરાષ્ટ્રમાં મધ્‍યમ ધુમ્‍મસ રહેવાની શક્‍યતા છે.

૨૭/૨૮ ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્રના દક્ષિણ-પヘમિ તરફ આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર વિસ્‍તારમાં હવામાનમાં થોડી અસ્‍થિરતા જોવા મળવાની શક્‍યતા છે.

ફેબ્રુઆરીના બાકી દિવસોમાં અંદાજે ૨ ડીગ્રીનો તાત્‍કાલિક ઘટાડો થયા બાદ માર્ચની શરૂઆતથી ફરી તાપમાનમાં વધારો થવાની શક્‍યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં ૪/૫ માર્ચ આસપાસ મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી થી ૩૯ ડીગ્રી સુધી પહોંચવાની સંભાવના છે

(2:33 PM IST)