હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૫૦૦ મેગાવોટના સૌર મોડ્યુલનો પુરવઠો પૂરો પાડવા ઓર્ડર મેળવ્યો
PGREW સોલારે પાવર ડેવલપર પાસેથી

(કેતન ખત્રી) અમદાવાદઃભારતની સૌથી નવી અને ઝડપથી વિકસતી સોલાર ફોટોવોલ્ટેઇક (પીવી) મોડ્યુલ ઉત્પાદકો પૈકીની એક GREW સોલારે ભારતમાં એક અગ્રણી પાવર ડેવલપર પાસેથી ૫૦૦ મેગાવોટની ઉચ્ચ કાર્યદક્ષતા ધરાવતા સોલર પીવી મોડ્યુલનો પુરવઠો પૂરો પાડવા માટેનો ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડરમાં કંપનીની અત્યાધુનિક M10R અને G12R મોડ્યુલ સીરિઝ સામેલ છે તથા કંપની ડેવલપરના દેશમાં તમામ વિવિધ સ્થાનોમાં આગામી યુટિલિટી સ્તરના સોલાર પ્રોજેક્ટમાં ટેકો આપશે. આ અંગે GREW સોલારના સીઇઓ અને ડાયરેક્ટર શ્રી વિનય થડાણીએ કહ્યું હતું કે, ‘‘આ ઓર્ડર GREW સોલાર માટે મહત્વપૂર્ણ સીમાચિホનું પ્રતીક છે તથા અમારી ઉત્પાદનની ક્ષમતાઓ અને ગુણવત્તામાં અગ્રણી પાવર ડેવલપર્સના ભરોસોને વ્યક્ત કરે છે. અમારાં M10R અને G12R મોડ્યુલ સાતત્યપૂર્ણ રીતે અસરકારક કામગીરી અને ઊર્જાદક્ષ પ્રોજેક્ટના અમલને ટેકો આપવા બનેલાં છે. જેમ જેમ ભારત પોતાની અક્ષય ઊર્જાની ક્ષમતા વધારવા આગેકૂચ કરી રહ્યો છે, તેમ તેમ અમે વિશ્વસનિય, ઉચ્ચ કાર્યદક્ષ મોડ્યુલ પ્રદાન કરવાની કટિબદ્ધતા જાળવી રાખીશું, જે દેશમાં સ્વચ્છ ઊર્જા પરિવર્તનને વેગ આપશે.'' તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
