News of Thursday, 26th February 2026
ગૃહમાં વિપક્ષ પોતાની ઇચ્છા મુજબનો જવાબ મેળવવા આગ્રહ ન રાખી શકે : સ્પીકરની ટકોર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૬ : આજે ગૃહમાં પ્રશ્નોત્તરી દરમ્યાન વિપક્ષે કરેલ સુત્રોચ્ચાર અને વોકાઉટ બાદ મંત્રીશ્રી જીતુ વાધાણી, અર્જુનભાઇ મોઢવાડીયા અને સભ્યશ્રી રમણભાઇ વોરાએ વિપક્ષના સભ્યોને કામગીરીથી દૂર કરવામાં આવે તેવી વાત કરી હતી.
વિધાનસભાના અધ્યક્ષે આ ત્રણેય સભ્યોની વિગત સાંભળ્યા બાદ નિર્ણય આપ્યો કે વિપક્ષ કે કોઇ સભ્ય પોતે ઇચ્છે તેવો ઉત્તર મળે તો વ્યાજબી નથી અને વિપક્ષ દ્વારા ભવિષ્યમાં આવો આગ્રહ ન રાખી શકે તેવી ટકોર કરી હતી.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
