News of Thursday, 26th February 2026
કુપોષણ નિવારવા સરકાર કટીબધ્ધઃ ફાળવાયેલ રકમમાંથી ૧૦૦% જેટલા વપરાયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધધીનગર, તા. ૨૬: છેલ્લા ૨ વર્ષમાં રાજ્યમાં કુપોષણ નાથવાના હેતુથી વિવિધ પોષણલક્ષી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૪૫૧.૧૨ કરોડ તેમજ વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૫૫૦.૩૨ કરોડ મળીને કુલ રૂ. ૩૦૦૧.૪૪ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવેલ હતી જે પૈકી વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૪૨૬.૮૧ કરોડની મળેલ ગ્રાન્ટ સામે રૂપિયા ૧૪૨૬.૮૦ કરોડનો ખર્ચ (૯૯.૯૯%) થયેલ છે., હાલની સ્થિતિએ વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ રૂ. ૬૧૫.૭૨ કરોડની મળેલ ગ્રાન્ટ સામે રૂ. ૬૧૧.૪૬ કરોડનો ખર્ચ (૯૯.૩૧% થયેલ છે.
મંગળવારે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન આપેલી વિગતો ધારાસભ્યશ્રી શૈલેશ મનુભાઈ પરમાર દ્વારા તારાંકિત પ્રશ્નમાં માંગેલી માહિતી મુજબ મંજુર બજેટની સામે થયેલ ખર્ચની માહિતી ૩૧/૧૨/૨૦૨૫ અંતિત રજુ થયેલ છે, જે ખરેખર મળેલ ગ્રાન્ટની સામે થયેલ ખર્ચ મુજબની નથી, આથી ગ્રાન્ટ વણવપરાયેલી રહેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
આમ, કેન્દ્ર પુરસ્કળત યોજનાઓ અને ૧૦૦% રાજ્ય ફાળાની પોષણલક્ષી યોજનાઓ અન્વયે વર્ષ ૨૦૨૪-૨૫માં મળેલ ગ્રાન્ટ સામે ૯૯.૯૯% ખર્ચ થયેલ છે જયારે ૨૦૨૫-૨૬ માટે બજેટ જોગવાઈની સામે રૂ. ૯૩૪.૬ કરોડની ગ્રાન્ટની ફાળવણી થયેથી તેનો તા. ૩૧/૦૩/૨૦૨૬ અંતીત ખર્ચ થનાર છે.
કુપોષણને નાથવા માટે થયેલ બજેટ જોગવાઈ માંથી બચત રહેલ રકમ વણવપરાયેલ છે, તે સત્યછે. ગુજરાત સરકાર કુપોષણને નિવારવા માટે કટિબદ્ધ છે. તેમ સરકાર પક્ષેથી જણાવાયુ છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
