<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

સુરતના હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ:કારમાં તોડફોડ :બેકાબૂ કામદારો પર 70 ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા

કામના કલાક 12ના બદલે 8 કલાક કરવા કામદારો માગણી:ઓવર ટાઈમના નાણાં ન મળતા હોવાનો આરોપ :પગાર પણ સમયસર ન થતો હોવાનો કામદારોએ આરોપ લગાવ્યા

સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોએ હડતાળ પાળી છે. મોટી સંખ્યામાં કામદારોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. કંપનીના ગેટ પાસે કારમાં તોડફોડ કરી હતી  કામદારોએ કામના કલાકો ઘટાડવા માગણી કરી છે. સ્થિતિ ગંભીર બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. બેકાબૂ કામદારો પર 70 ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા  કામના કલાક 12ના બદલે 8 કલાક કરવા કામદારો માગણી કરી રહ્યા છે. ઓવર ટાઈમના નાણાં ન મળતા હોવાનો આરોપ પણ કામદારોએ લગાવ્યો છે. પગાર પણ સમયસર ન થતો હોવાનો કામદારોએ આરોપ લગાવ્યા છે.

(8:41 PM IST)