<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

રાજ્યમાં હાલ 11 ટકા બાળકો ઓછું વજન ધરાવતા હોવાનો ખુલાસો: કુપોષિત બાળકો માટે ગત વર્ષના બજેટમાંથી 64 ટકા વપરાયા નથી .!

મહિલા બાળ કલ્યાણ વિભાગને બજેટમાં મોટી ફાળવણી: વિવિધ યોજનાઓને આગળ વધરાવા ₹7680 કરોડ ફાળવવામાં આવ્યા

ગાંધીનગર: મહિલા બાળ કલ્યાણ વિભાગને બજેટમાં મોટી ફાળવણી કરવામાં આવી છે.  વિવિધ યોજનાઓને આગળ વધરાવા ₹7680 કરોડ ફાળવવામાં આવ્યા., ઓછું વજન ધરાવતા બાળકોના પોષણ માટે વિશેષ બજેટની ફાળવણી કરવામાં આવી. પોષણ સંગમ યોજના અંતર્ગત ₹16 કરોડ ફાળવાયા. રાજ્યમાં હાલ 11 ટકા બાળકો ઓછું વજન ધરાવતા હોવાનો ખુલાસો થયો છે. કુપોષિત બાળકોને બહાર લાવવા સરકાર પ્રયત્નશીલ હોવાનો કરાયો દાવો છે. સરકારના દાવા વચ્ચે ગત વર્ષના આંકડાઓએ સવાલ ઉઠાવ્યા છે. કુપોષિત બાળકો માટે ગત વર્ષના બજેટમાંથી 64 ટકા બજેટ વપરાયું નથી. આંકડાઓ માત્ર ડિસેમ્બર મહિના સુધીના જ હોવાનો મહિલા અને બાળ વિકાસ મંત્રીનો દાવો છે.

 

(8:44 PM IST)