હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 26th February 2026
નાંદોદ તાલુકાના એક ગામમાં સગીરા પર અવાર નવાર દુષ્કર્મ કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ
સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ ભોગ બનનાર સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામમાં સગીર વયની દીકરીને ભગાડી લઈ જઈ વારંવાર દુષ્કર્મ કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ભોગ બનનાર સગીરાની માતાએ રાજપીપળા પોલીસ મથકે આપેલ ફરિયાદ મુજબ હવસખોર કિરણભાઈ ગોકુળભાઈ બારીયા( રહે.રામપુરી ફળીયુ, શહેરાવ તા. નાંદોદ જી. નર્મદા )નાઓએ તેમની સગીરવયની દીકરી ને પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ ભોગ બનનાર સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે હવસખોર કિરણ બારીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
