News of Thursday, 26th February 2026
દેવ મોગરાના મેળામા ગુમ થયેલ બાળકો, મહિલાઓને ગણતરીના સમયમાં શોધી કાઢી પરીવાર સાથે મીલાપ કરાવતી સાગબારા પોલીસ
મેળામા પરીવારથી વિખુટા પડેલા કુલ- ૫૦ બાળકો, ૦૪ મહિલાઓને ગણતરીના સમયમાં શોધી પરિવારને સોંપ્યા હતા.

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના દેવમોગરા મેળામાં ગુમ થયેલા બાળકો અને મહિલાઓને સાગબારા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવી સરાહનીય કામ કર્યું છે.
મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ દેવ મોગરા ખાતે મહા શિવરાત્રી મેળા દરમ્યાન દસથી બાર લાખ જેટલા દર્શનાર્થીઓ આવનાર હોય જે મેળા દરમ્યાન ઘણા નાના બાળકો તથા મહિલાઓ, પૂરૂષો, વૃધ્ધો તેમના પરીવારથી વિખુટા પડી જતા હોય તેમજ તેમનો સર સામાન ગુમ થવાના બનાવો બનતા હોય છે જે માનવીય અભીગમ દાખવી ગુમ થનાર માણસોને શોધી કાઢી તેમના વાલી વારસોને પરત સોંપવા માટે કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવીઝન રાજપીપલા તથા જજે.એમ.લટા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પો.સ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ દેવમોગરાના મેળામા પરીવારથી વિખુટા પડેલા કુલ- ૫૦ બાળકો, ૦૪ મહિલાઓને મેળામાં રાખવામા આવેલ પાંચ જેટલા મેગા ફોન તેમજ મેળામા બે પોલીસ કંટ્રોલ રૂમ ઉભા કરવામા આવેલા જેમા રાખેલ માઇક તથા મેગા ફોન દ્વારા સતત એનાઉસમેન્ટ કરીને તેમજ સતત પેટ્રોલીંગમા રાખેલ પોલીસ ટીમો દ્વારા બાળકો તેમજ મહીલાઓના વાલી વારસોને મેળાના ભારે ભીડ-ભાડમાંથી ગણતરીના સમયમાં શોધી કાઢી તેઓને પરીવાર સાથે મીલાપ કરાવી માનવીય અભિગમ દાખવી પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે.તે સુત્રને સાર્થક કરતી સાગબારા પોલીસ.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
