હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તિલકવાડા પોલીસે રૂ.૯,૪૦,૦૦૦ નો ઈંગ્લીશ દારુનો મુદ્દામાલ પકડી પાડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસે ફોર વ્હીલ ગાડીમાં લઈ જવાતો અંગ્રેજી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
મળતી વિગતો અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઉભું કરી અસામાજીક પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી પાડી તેમના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય જે સૂચનાઓ અનુસંધાને સંજય શર્મા, નાયબ પોલીસ અધિક્ષક, એકતાનગર વિભાગ, એકતાનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.પી. સોલંકી પોલીસ ઇન્સપેક્ટર તિલકવાડા પો.સ્ટે. નાઓને મળેલ ખાનગી બાતમીના મુજબ એક સફેદ કલરની મહીંદ્રા કંપનીની XUV ફોરવ્હીલ ગાડી નં GJ-17-AH-0551 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વજેરીયા ઓ.પી.વિસ્તારમાંથી પસાર થતી હોય જેનો પીછો કરતા પુરપાટ ઝડપે ફોર વ્હીલ ગાડી ભગાડી ફોરવ્હીલ ગાડી ચાલક ગાડી લીમપુરા ગામના કરમઘોળા ફળીયા પાસે કાચા રસ્તા ઉપર મુકી નાશી ગયેલ હોય આ ફોરવ્હીલ ગાડીમાં ગે.કા.પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટીક કવાટરીયા કુલ નંગ-૨,૪૦૦ કિ.રૂ.૫,૪૦,૦૦૦ ના પ્રોહી મુદ્દામાલ તથા મહીંદ્રા XUV ફોર વ્હીલ ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૯,૪૦,૦૦૦ નો મુદ્દામાલ મુકી નાશી જતા તિલકવાડા પો.સ્ટે.મા પ્રોહી. નો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
વોન્ટેડ આરોપી: મહીંદ્રા કંપનીની XUV 500FWD ફોરવ્હીલ ગાડી રજી.નં GJ-17-AH-0551 નો ચાલક જેના નામઠાણ જણાય આવેલ નથી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
