હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માતા જેટલા જ પિતા પણ બાળક માટે હકદાર
દંપતી વચ્ચેના ઝઘડામાં પુત્રપ્રેમથી વંચિત પિતાએ કોર્ટમાં અરજી કરતા કોર્ટે પિતાને મળવા મંજૂરી આપી

સુરત તા.૨૭: બાળકની સાથે પ્રેમ કરવા અને તેને પોતાની સાથે રાખવા માટે જેટલા દેવામાં કોઈને વાંધો હોઇ શકે નહીં તેમ માતા હક્કદાર છે તેટલા જ પિતા પણ હક્કદાર છે. પુત્રને પિતા સાથે મળવા ટાંકીને કોર્ટે પુત્રને મળવા માટે પિતાએ કરેલી અરજી મંજૂર કરી હતી. દંપતિ વચ્ચેના ઝઘડામાં પુત્ર તેની માતા સાથે રહેતો હતો.
આ કેસની વિગત મુજબ ઓલપાડ ખાતે હિતેશભાઈના લગ્ન સુરતમાં જ રહેતા કાજલ (બંને નામો બદલ્યા છે)ની સાથે થયા હતા. લગ્નજીવન થકી તેઓને સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો, જેની હાલમાં છ વર્ષની ઉંમર છે. પુત્રના લગ્નબાદ આ દંપતિ વચ્ચે ઝઘડાઓ થયા હતા. કાજલ અને તેના સાસુ વચ્ચે નાની-મોટી બાબતે ઝઘડાઓ થતા તે હિતેશની સાથે પણ માચાકૂટ કરતી હતી. થોડા સમય બાદ કાજલ પતિ અને સાસરીયાનો ત્યાગ કરીને પુત્રને લઇ પિયરમાં જતી રહી હતી. હિતેશે વારંવાર કાજલને કહીને પુત્રને મળવા માટે કહ્યું હતું પરંતુ કાજલ પુત્રને પણ મળવા દેતી ન હતી. આખરે હિતેશે ગાડીયન એન્ડ વોર્ડઝ એક્ટ ૧૮૯૦ની કલમ-૧૨ મુજબ એડવોકેટ સ્વાતી મહેતા મારફતે સુરતની ફેમીલી કોર્ટમાં અરજી કરીને પુત્રને મળવા માટેની માંગ કરી હતી. વકીલ દ્વારા દલીલો કરાઈ હતી કે, માતા જેટલા જ
પિતા પણ બાળકના હક્કદાર છે. પિતા અને બાળક વચ્ચેનો સંબંધને કોઈ તોડી શકે નહીં, પુત્રની સારસંભાળ લેવા તેમજ પુત્રની તમામ જરૂરીયાતો પિતા પુરી કરી શકે છે. આ તમામ હક્કોથી પિતા પણ બાળકને મળી શકે અને પુત્રપેમ પ્રાપ્ત કરી શકે તે જરૂરી છે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ પિતાની અરજી મંજૂર કરી હતી અને આદેશ કર્યો હતો કે, ઠીકરાને દર રવિવારે સવારે ૧૧ થી ૪ સુધી પિતા સાથે સમય વ્યતિત કરવા દેવા, દિવાળી વેકેશનમાં ૪ દિવસ અને ઉનાળા વેકેશનમાં ૧૦ દિવસ તેમજ બેસતા વર્ષના બપોરથી ૪ દિવસ પિત્તા સાથે રાખી શકે તેવો આદેશ કર્યો હતો. સામાન્ય દિવસોમાં વિડિયો કોલ મારફતે દીકરા સાથે યોગ્ય સમયે તેના અભ્યાસ અને ઈતર પ્રવૃત્તિને બાધ ન આવે તે રીતે ચોક્કસ સમયે યોગ્ય સમય મર્યાદામાં વાતચીત કરવા દેવાનો પણ હુકમ કર્યો હતો. તદુપરાંત દીકરાના સર્વોત્તમ હિત અને કલ્યાણને ધ્યાને લઈ કોઈપણ નકારાત્મક હરકતો કે વર્તન પક્ષકારોએ કરવું. કરાવવું નહી તેવો પણ આદેશ કર્યો હતો. પત્નીને પણ પતિને મળવા માટે અને રાખવા માટે જે દિવસો કે સમય નક્કી કર્યા છે તેનુ પાલન કરવા પણ કોર્ટે આદેશ આપ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
