<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

વડાપાંઉના પણ ૩૦ રૂપિયા છે ત્‍યારે સરકાર સગર્ભા માતાને રૂ.૨૭માં ભોજન આપે છે

રૂ.૨૭માં ક્‍યાંય ભોજન મળતું હોય તો કહો, એનાથી શું કુપોષણ દૂર થાય? : કોંગ્રેસે વિધાનસભામાં કહ્યું, રૂ. ૨૭ને બદલે રૂ. ૭૫નું ભોજન આપો

અમદાવાદ તા.૨૭: સગર્ભા માતાઓમાં કુપોષણ-એનિમિયા નાબૂદ કરવા માટે રાજ્‍ય સરકાર દ્વારા ચાલતી પોષણસુધા યોજનામાં રૂ.૭૫ના ખર્ચે બપોરનું ભોજન આપવાની અને આદિજાતિ વિસ્‍તારોની સરકારી સ્‍કૂલોમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો પૂરતા પ્રમાણમાં મૂકવાની માગણીઓ ગુરુવારે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી રજૂ કરાઈ હતી.

આદિજાતિ વિસ્‍તારોની આંગણવાડીઓમાં સગર્ભા માતાઓમાં પ્રવર્તતુ કુપોષણ દૂર કરવા માટે બપોરનું ભોજન પૂરું પાડવા ચાલતી સરકારી પોષણ સુધા યોજના હેઠળ થાળીદીઠ કેવળ રૂ.૨૭ ખર્ચવામાં આવે છે. આટલી નજીવી રકમમાં કોઈ જગ્‍યાએ ભોજન મળતું હોય તો કહો, આટલી રકમમાં ક્‍યાંથી પોષ્ટિક ભોજન મળે? એક વડાપાંઉ લેવા જાવ તો એય ૩૦ રૂપિયામાં મળે છે, ત્‍યારે સરકારે ૨૭ રૂપિયાને બદલે ૭૫ રૂપિયાનું ભોજન સગર્ભા માતાઓને આપવું જોઈએ, એવી માગણી વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલે કરી હતી.

નવસારી જિલ્‍લામાં મધ્‍યાહન ભોજન યોજના હેઠળ બાળકો-વિદ્યાર્થીઓના અપાતા હલકી ગુણવત્તાના બિનઆરોગ્‍યપ્રદ ભોજનમાં કીડીઓ-ઈ વળી નીકળતી હોઈ બાળકોએ તો મધ્‍યાホ ભોજન ખાવાનું બંધ કરી થેરથી ટિફિન લાવી ખાવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ શાસનમાં શરૂ થયેલી આ યોજનાનો મુખ્‍ય હાર્દ ગરમ અને પોષ્ટિક ભોજન પૂરું પાડવાનો હતો, પરંતુ નવસારી શહેરમાં તૈયાર થતું ભોજન અંતરિયાળ વિસ્‍તારોમાં પહોંચતા ઠંડુગાર થઈ જતું હોઈ અને બિનઆરોગ્‍યપદ હોઈ યોજનાનો હાર્દ માર્યો ગયો છે. વાંસદાના ઊનાઈ ખાતે મૂછાળા રામજી ભગવાનનું મંદિર પતરાના છતની નીચે છે, જેનો જિણોધ્‍ધાર કરવા માટે ૨૩ માસ પહેલાં ખાતમૂહુર્ત થયું હોઈ આજ સુધી એકેય ઈંટ ત્‍યાં મૂકાઈ નથી. વાપીની જીઆઈડીસીમાં આદિજાતિના શ્રમિકોને કાયમી નહીં કરી તથા પગાર ઓછો ચૂકવી તેમનું શોષણ થાય છે. આદિવાસી વિસ્‍તારોના બાળકોને સ્‍કૂલે લઈ જવા-પરત લાવવા માટે શરૂ કરાયેલા ટ્રાન્‍સ્‍પોર્ટ સેવા બંધ થઈ જતાં બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આદિવાસી વિસ્‍તારોની સરકારી શાળાઓમાં અંગ્રેજી, વિજ્ઞાન, ગણિતના પૂરતા શિક્ષકો જ નથી તો આદિવાસી બાળકો ભણશે શું, એવી હૈયાવરાળ પણ બજેટની સામાન્‍ય ચર્ચામાં કોંગ્રેસ તરફથી કાઢવામાં આવી હતી.

(10:16 AM IST)