<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ઐતિહાસિક ચુકાદોઃ ચાઈલ્‍ડ ટ્રાફિકિંગ કેસમાં જુવેનાઈલ બોર્ડે સગીરને જેલની સજા કરી

જુવેનાઈલ કોર્ટે સગીરને ૬ મહિના ૨૦ દિવસ કેદની સજા ફટકારી

અમદાવાદ તા.૨૭: ગુજરાત સહિત વિવિધ રાજ્‍યોમાંથી અનાથ બાળકોની ચોરી કરી તેમને ગુનાખોરીના રવાડે પકેલતી કુખ્‍યાત સલાટ ગેંગ વિરુદ્ધ અદાલતે ઘાલ આંખ કરી છે. અમદાવાદના જુવેનાઈલ જસ્‍ટિસ બોર્ડના પ્રિન્‍સિપાલ મેજિસ્‍ટ્રેટ એમ.વી. પંછબાએ આ કેસમાં સંડોવાયેલા એક સગીરને ૬ મહિના અને ૨૦ દિવસની કેદની સજા ફટકારી છે. સામાન્‍ય રીતે સગીર વયના તહોમતદારોને કેદની સજા થતી નથી. પરંતુ ગુનાની ગંભીરતા જોતા આ ચુકાદો અત્‍યંત અસાધારણ માનવામાં આવે છે.

અમદાવાદ રશહેરના મદદનીશ પોલીસ કમિશનરની સ્‍પેશિયલ ડ્રાઈવ દરમિયાન વટવા વિસ્‍તારમાં દરોડા પાડવામાં આવ્‍યા હતા. આ કાર્યવાહીમાં એક પરમાંથી ૧૦થી ૧૫ જેટલા નિર્દોષ બાળકો મળી આવ્‍યા હતા. તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો હતો કે, આ

તમામ બાળકો અનાથ હતા અને સલાટ મેંગ દ્વારા અલગ-અલગ રાજ્‍યોમાંથી તેમની ચૌરી કરવામાં આવી હતી. બાળકોને ગુનાખોરીના માર્ગ વાળવા માટેનું મોટું પડયંત્ર રચાયું હતું. ભૌગ બનનાર બાળકો પર શારીરિક હુમલા, અત્‍યાચાર અને ગંભીર શોષણ કરવામાં આવતું હતું.

અમિત તિવારીએ દલીલ કરી હતી કે અમદાવાદ શહેરના મદદનીશ પોલીસ સરકાર પક્ષ તરફથી એડવોકેટ કમિશનર દ્વારા કાય પરાયેલી એક વિશેષ ડ્રાઈવ દરમ્‍યાન શહેરના વટવા વિસ્‍તારોમાં દરોડા પાડવામાં આવ્‍યા હતા, જયાં એક ઘરમાંથી ૧૦ થી ૧૫ જેટલા બાળકો મળી આવ્‍યા હતા. આ તમામ બાળકોના માતા-પિતા ન હોવાનું તપાસમાં સામે આવ્‍યું હતું. સાથે સાથે આ બાળકોને સલાટ ગેંગના આરોપીઓ દ્વારા જુદા જુદા રાજ્‍યોમાંથી આ ભાળકોને ચોરી કરીને લાવ્‍યા હોવાનો અને તેઓને ગુનાખોરીના રવાડે ચડાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. ત્‍યારે સગીરને કાયદા મુજબની સજા કરવી ન્‍યાયોચિત આવી રજૂઆત બાદ કોર્ટે ૬ મશિના અને ૨૦ દિવસ સજાનો આદેશ કર્યો છે. આ સાથે જ અદાલતે આદેશ આપ્‍યો છે કે સગીરને ફટકારેલી સજાનો સમયગાળો તેણે ઓજાર્વેશન હોમમાં વિતાવવો પડશે. આકેસમાં સમાજ સુરક્ષા અપિકારી પોતે ફરિયાદી બન્‍યા હતા. હાલમાં ભોગ બનનાર તમામ બાળકોને ચાઈલ્‍ડ વેલ્‍ફેર કમિટી સમક્ષ રજૂ કરી વિવિધ અનાથ આશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્‍યા છે અને તેમનું કાઉન્‍સેલિગ ચાલી રહ્યું છે.

જુવેનાઈલ બોર્ડે નોંધ્‍યું હતું કે સગીર આરોપીની આ ગુનાઈત કૃત્‍યમાં સક્રિય ભૂમિકા હતી, બાળકોના વેચાણ અને શોષણ જેવી પ્રવૃત્તિ સમાજ માટે ખતરો છે, આવા કિસ્‍સામાં દાખલારૂપ સજા અનિવાર્ય છે જેથી ભોગ બનનાર બાળકોને ન્‍યાય મળી શકે

(10:23 AM IST)