હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગર ખાતે નિવૃત્ત માહિતી પરિવારનું સ્નેહમિલન યોજાયું

રાજકોટ, તા.૨૭: ગાંધીનગર સેકટર - ૨૩ સ્થિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે તા. ર૪મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ વરિષ્ઠ નિવૃત્ત અધિક માહિતી નિયામક જ્યોતીન્દ્રભાઈ દવેના અધ્યક્ષ સ્થાને નિવૃત્ત માહિતી પરિવારનું સ્નોહમિલન યોજાયું હતું
આ કાર્યક્રમમાં માહિતી ખાતાના ૭૦ વર્ષની વયના વરિષ્ઠ કર્મયોગી મિત્રોનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં માહિતી ખાતાના દિવંગત અધિકારી-કર્મચારઓના માનમાં બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જ્યોતીન્દ્રભાઈ દવેએ આનંદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આ મંડળ નથી પરંતુ પરિવાર છે જેનું કોઈ બંધારણ નથી પણ મૈત્રીપૂર્ણ બંધન છે. આ પ્રસંગે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના અનિલ પટેલે નિસર્ગ કોમ્યુનિટી સેન્ટરની પ્રવૃત્તિઓની વિગતવાર જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત માહિતી પરિવારના પ્રમુખ આર. પી . નાયકે મંડળની પ્રવૃત્તિઓ અને અગાઉના વર્ષના હિસાબોની વિગતો રજૂ કરી હતી.
સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નિવૃત માહિતી પરિવારના સભ્યોએ એક સુરે સર્વાનુમતે પ્રમુખ તરીકે ધીરૂ કોટવાલ તથા ઉપપ્રમુખ તરીકે નટુભાઈ પરમાર અને પુલક ત્રિવેદીની વરણી કરી હતી. મહામંત્રી તરીકે કિર્તીભાઈ પરમાર ,મંત્રી તરીકે એલ.આર.રાજપૂત અને મયુરભાઈ શાહની નિમણૂક કરવામાં આવી હતી. સંગઠન મંત્રી તરીકે સર્વ
ગીરીશભાઈ મારૂ જયેશભાઈ દવે, દિનેશભાઈ ચૌહાણ, ભરતભાઈ કાનકડ, જગદીશભાઈ સત્યદેવ, સંજયભાઈ શાહ જ્યારે મહિલા સંગઠન મંત્રી તરીકે શકુન્તલાબેન ગોર અને શ્રીમતી હિરલબેન ત્રિવેદીની વરણી કરવામાં આવી હતી.
ખજાનચી તરીકે બચુભાઈ વાણવી અને હેમાંગભાઈ દોશી તથા કારોબારી સભ્યોમાં સ્વાતિબેન રામાણી, હસમુખભાઈ પટેલ, મિનેશ ત્રિવેદી, રતિલાલ તૂરીની વરણી કરવામાં હતી. જ્યોતિન્દ્રભાઈ દવે, પ્રકાશભાઈ લાલા, હર્ષદભાઈ ઠાકર અને શકુંતલાબેન ગોર અને આર. પી. નાયકની વરિષ્ઠ પરામર્શક તરીકે વરણી કરાઈ હતી.
આ પ્રસંગે હર્ષદભાઈ ઠાકર, મનોજભાઈ દવે, વિનોદ મેસરીયા, પ્રજ્ઞાબેન પટેલ, જગદીશ સત્યદેવ, દિનેશ ચૌહાણ વગેરેએ નિવૃત્ત માહિતી પરિવારને ઉપયોગી થાય તેવા રચનાત્મક સૂચનો કર્યા હતા. પ્રારંભમાં શકુંતલાબેન ગોર અને સ્વાતિબેન રામાણીએ પ્રાર્થના જ્યારે કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન પુલક ત્રિવેદીએ કર્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
