<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

કુદરત સાથે જોડાઈ જીવન જીવવું જરૂરી:સ્વાસ્થ્ય પર ધ્યાન આપ્યા વિના આગળ વધવું શક્ય નથી: ભુપેન્દ્રભાઈ પટેલ

પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણની મહત્વતાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કર્યું.

ગુજરાત: પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણની મહત્વતાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કર્યું હતું  તેમણે જણાવ્યું કે કુદરત સાથે જોડાઈ જીવન જીવવું જરૂરી છે અને આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપ્યા વિના આગળ વધવું શક્ય નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય અને પર્યાવરણના મંત્ર પર ભાર મૂક્યો અને કહ્યું કે પાણીનો યોગ્ય ઉપયોગ અને બચત અતિ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ “Catch the Rain” અભિયાન હેઠળ પાણી બચાવવાની પહેલ કરી છે. મુખ્યમંત્રી એ ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન કવર વધારવા માટે પણ લોકો અને સંસ્થાઓને જાગૃત થવા કહ્યું છે.

 

(1:11 PM IST)