<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

સાગર સુરક્ષા પાર્ટ ૨, કોસ્‍ટ ગાર્ડના IG સાથે રણનીતિ ઘડવા ડો.કે.એલ.એન.રાવની હાઈ લેવલની બેઠક યોજાઈ

મુંબઇ વિસ્‍ફોટનો RDX સૌરાષ્‍ટ્રના કિનારે ભૂતકાળમાં ઉતરેલ તે બાબત કેન્‍દ્રમાં રાખી અનુભવી મુખ્‍ય પોલીસ વડાએ સરહદ પછી દરિયાઈ સુરક્ષા માટે કવાયત તેજ કરી પોલીસ, કોસ્‍ટગાર્ડ, લોકોમાં દેશભાવના પ્રબળ કરવા જખૌમાં દરિયા કિનારે તિરંગો લહેરાવી સલામી બોર્ડરની મુલાકાત સમયે કોસ્‍ટ ગાર્ડ સાથે વ્‍યૂહાત્‍મક સ્‍થળોનું બારીકાઈથી નિરીક્ષણ, કેન્‍દ્રીય જાસૂસી સંસ્‍થાના રિપોર્ટ અને સાગર સુરક્ષા પાર્ટ ૧માં ચર્ચા કરેલ

રાજકોટ તા.૨૭:  રાજ્‍યની મહત્‍વની અને ગુજરાતના લોકોની સુખાકારી, સુરક્ષા અને શાંતિને સુધી સ્‍પર્શતી સમસ્‍યાઓના મૂળ સુધી જવાના અને તેના પરિણામલક્ષી ઉકેલ માટે પોતાના વિશાળ અનુભવ આધારે ચાર્જ સંભાળતા સાથે જ કાર્યરત બનેલ ગુજરાતના મુખ્‍ય પોલીસ વડા ડો.કે એલ .એન.રાવ દ્વારા ગુજરાતના વિશાળ દરિયાઈ કાંઠાની સુરક્ષા માટે બીજા તબક્કાની બેઠક તાજેતરમાં કોસ્‍ટ ગાર્ડના ig લેવલના અધિકારી સાથે યોજી હતી. અત્રે એ યાદ રહે કે એક યુગમાં સૌરાષ્‍ટ્રના પોરબંદર નજીકના દરિયા કાંઠા પર મુંબઇ વિસ્‍ફોટ માટે RDx ઉતરેલ તે બાબત કેન્‍દ્રમાં રાખી મુખ્‍ય પોલીસ વડા કોઇ કસર રાખવા માગતા નથી.

અત્રે એ યાદ રહે કે મુખ્‍ય પોલીસવડા દ્વારા તાજેતરમાં કચ્‍છના સરહદી જિલ્લાની મુલાકાત ટુરિસ્‍ટ જેમ લેવાને બદલે આંતરરાષ્‍ટ્રીય સરહદ અંતર્ગત બીએસએફ, એરફોર્સ, વિવિધ જાસૂસી સંસ્‍થાઓ અને કોસ્‍ટ ગાર્ડ સાથે તમામ વિસ્‍તારોનું પેટ્રોલિંગ કરી આખી પરિસ્‍થિતિનો અભ્‍યાસ કરેલ.

લોકો અને પોલીસ સહિતની એજન્‍સીઓમાં રાષ્‍ટ્રીય સુરક્ષા અંતર્ગત દેશભક્‍તિ માટે  ભુજથી  ૧૦૮ કી.મી.દૂર જખ્‍ખો દરિયા તટે તિરંગો લહેરાવેલ.અને સલામી આપી હતી. આ રીતે ખરા અર્થમાં રસ સાથે બધું નિહાળતા નિહાળી વિવિધ એજન્‍સીઓ પણ તેમનું સંકલન વધુ દ્રઢ કરેલ છે.

દરિયાઈ સુરક્ષા માટે ફૂલપ્રૂફ રણનીતિ તૈયાર કરવાની રણનીતિ માટે બોર્ડર વિસ્‍તારની મુલાકાત દરમિયાન કોસ્‍ટ ગાર્ડ સાથે પેટ્રોલિંગ કરી મેળવેલ માહિતીના ડેટા સાથે બીજી બેઠક કોસ્‍ટ ગાર્ડ ig સાથે ગાંધીનગરમાં યોજાયેલ

(2:39 PM IST)