<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

પાકિસ્તાન દ્વારા પકડાયેલા ગુજરાતી માછીમારોના પરિવારજનોને દૈનિક રૂ.300ની આર્થિક સહાય

ધારાસભ્ય વિમલ ચુડાસમાના સવાલના લેખિત જવાબમાં મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રીએ માહિતી આપી:છેલ્લા બે વર્ષમાં કુલ 206 માછીમાર કુટુંબોને આ સહાય ચૂકવવામાં આવી

ગાંધીનગર :પાકિસ્તાન દ્વારા પકડાયેલા ગુજરાતી માછીમારોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી દૈનિક રૂ.300ની આર્થિક સહાય આપવામાં આવે છે. જીવન નિર્વાહમાં મુશ્કેલી ન પડે તે હેતુથી આ સહાય યોજના અમલમાં રાખવામાં આવી છે. 

  ધારાસભ્ય વિમલ ચુડાસમાના સવાલના લેખિત જવાબમાં મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રીએ માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષમાં કુલ 206 માછીમાર કુટુંબોને આ સહાય ચૂકવવામાં આવી છે. તેમાં વર્ષ 2024 દરમિયાન 105 કુટુંબોને અને વર્ષ 2025 દરમિયાન 101 કુટુંબોને સહાય આપવામાં આવી હોવાનું જણાવાયું છે. સરકારનું કહેવું છે કે સરહદ પાર પકડાયેલા માછીમારો પરત ફર્યા સુધી તેમના પરિવારોને આર્થિક આધાર મળે તે માટે આ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.

 

(6:04 PM IST)