<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

સાબરડેરીમાં ડિરેક્ટરો વચ્ચે લોહીયાળ જંગ : મોડાસામાં તાલુકા સંઘ પાસે ડિરેક્ટરના ટેકેદાર પર જીવલેણ હુમલો

ડિરેક્ટરો પર હુમલાની ઘટના બાદ ટેકેદાર પર હુમલો થતાં ખળભળાટ: ઈજાગ્રસ્ત ટેકેદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

અરવલ્લી: સાબરડેરીમાં ડિરેક્ટરો વચ્ચે લોહીયાળ ખેલ ખેલાયો છે. મોડાસામાં તાલુકા સંઘ પાસે ડિરેક્ટરના ટેકેદાર પર જીવલેણ હુમલો થયો હતો  ચોવીસ કલાકમાં હુમલાની ત્રણથી ચાર જેટલી ઘટનાથી ચકચાર મચી છે. ડિરેક્ટરોની બબાલના લીધે હુમલો થયો હોવાની પ્રાથમિક વિગત છે. ડિરેક્ટરો પર હુમલાની ઘટના બાદ ટેકેદાર પર હુમલો થતાં ખળભળાટ મચી છે. ઈજાગ્રસ્ત ટેકેદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે .

 

(6:06 PM IST)