<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન પર અડપલાનો આરોપ: વિદ્યાર્થિનીઓના હાથ પકડી શરીર પર ઘસાવ્યાનો આક્ષેપ

વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર ડૉ. અમોલ ભાવે સામે ફરિયાદ:તપાસ વિમેન્સ હેરેસમેન્ટ વિભાગને સોંપાઈ: પ્રોફેસર અમોલ ભાવેને વાઈસ ડીન પદેથી હટાવી દેવાયા

વડોદરા: બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન પર અડપલાનો આરોપ છે. વિદ્યાર્થિનીઓના હાથ પકડી પોતાના શરીર પર ઘસાવ્યાનો આરોપ છે. બીજા વર્ષની વિદ્યાર્થીઓના વાઈવા દરમિયાન બેહુદુ વર્તન કર્યાનો આક્ષેપ છે. વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર ડૉ. અમોલ ભાવે સામે ફરિયાદ કરી. સમગ્ર મામલે તપાસ વિમેન્સ હેરેસમેન્ટ વિભાગને સોંપવામાં આવી છે. આક્ષેપિત પ્રોફેસર અમોલ ભાવેને વાઈસ ડીન પદેથી હટાવી દેવાયા છે. બીજી તરફ પ્રૉફેસર અમોલ ભાવેએ તમામ આરોપ નકારી કાઢ્યા છે

(6:16 PM IST)