હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
ભૂગર્ભ પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું હોવાથી પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ સંરક્ષણ તરફ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર: રાજ્યપાલ
ગુજરાત વિધાનસભામાં પ્રાકૃતિક ખેતી મુદ્દે સંબોધન દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભૂગર્ભ જળ પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં પ્રાકૃતિક ખેતી મુદ્દે સંબોધન દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભૂગર્ભ જળ પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ખેડા જિલ્લામાં રાત્રિ સભા દરમિયાન થયેલા અનુભવ બાદ તેઓ કલેક્ટર સાથે મળ્યા હતા, જ્યાં કલેક્ટરે ચિંતાજનક માહિતી આપી હતી કે ખેડાના એક ગામના લોકોએ ‘નલ સે જલ’ યોજના હેઠળ ઓવરહેડ ટાંકીની માંગ કરી હતી, જેના અનુસંધાને આસપાસના લગભગ 25 ગામોમાં ભૂગર્ભ પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા. પરીક્ષણમાં પાણીમાં નાઈટ્રોજનની માત્રા વધુ હોવાનું બહાર આવ્યું, જે પીવાના લાયક નહોતું. રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાતમાં ભૂગર્ભ પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જતું હોવાથી પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ સંરક્ષણ તરફ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
