<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

રાજ્યમાં હાલમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળ નોંધાયેલા

રાજ્યમાં સિંહોની વસ્તી અને સંરક્ષણ અંગેના આંકડા વિધાનસભામાં થયા રજૂ

ગાંધીનગર :ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં સિંહોની વસ્તી અને તેમના સંરક્ષણ અંગેના મહત્વના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય Shailesh Parmar દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રીએ માહિતી આપી કે રાજ્યમાં હાલમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળ નોંધાયેલા છે. વર્ષ 2024 દરમિયાન કુલ 165 સિંહોના મૃત્યુ નોંધાયા હતા, જેમાંથી 126 કુદરતી અને 39 અકુદરતી હતા. વર્ષ 2025માં મૃત્યુઆંક ઘટીને 148 રહ્યો, જેમાં 126 કુદરતી અને 22 અકુદરતી મૃત્યુ સામેલ હતા. ચાલુ વર્ષમાં 31 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 9 સિંહોના મૃત્યુ નોંધાયા છે, જેમાંથી 6 કુદરતી અને 3 અકુદરતી હોવાનું મંત્રીએ જણાવ્યું. સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

 

(6:20 PM IST)