<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

વલસાડ જિલ્લામાં કુલ 4100 બેરોજગાર અને તાપી જિલ્લામાં કુલ 3367 બેરોજગાર નોંધાયા

ગુજરાત વિધાનસભામાં વલસાડ અને તાપી જિલ્લામાં બેરોજગારી અંગેના આંકડા સામે આવ્યા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વલસાડ અને તાપી જિલ્લામાં બેરોજગારી અંગેના આંકડા સામે આવ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ ના સવાલના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું કે 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ વલસાડ જિલ્લામાં કુલ 4100 બેરોજગાર નોંધાયેલા છે, જેમાંથી 4012 શિક્ષિત અને 88 અર્ધશિક્ષિત છે. જ્યારે તાપી જિલ્લામાં કુલ 3367 બેરોજગાર નોંધાયા છે, જેમાં 3287 શિક્ષિત અને 80 અર્ધશિક્ષિત બેરોજગારોનો સમાવેશ થાય છે. સરકારે વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન વલસાડ જિલ્લામાં 27,884 શિક્ષિત યુવકોને રોજગારી આપવામાં આવી છે, જ્યારે તાપી જિલ્લામાં 4,075 શિક્ષિત લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

 

(6:23 PM IST)