<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

હોળી અને ધૂળેટીના તહેવારોને પગલે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી

ડાઈંગ પ્રિન્ટિંગ અને લુમ્સના કારખાનાઓમાં કામ કરતા હજારો શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહાર જવા રવાના

સુરતમાં હોળી અને ધૂળેટીના તહેવારોને પગલે ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીય શ્રમિકોનો વતન ભણી જવાનો ધસારો વધતા ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. ડાઈંગ પ્રિન્ટિંગ અને લુમ્સના કારખાનાઓમાં કામ કરતા હજારો શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહાર જવા રવાના થઈ રહ્યા છે, જેને પગલે પરિસ્થિતિને નિયંત્રિત કરવા રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રમિકો સુરક્ષિત રીતે પોતાના વતન પહોંચી તહેવારની ઉજવણી કરી શકે.

 

(7:10 PM IST)