હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી મુખ્ય પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સુરત પોલીસનો કાફલો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી મુખ્ય પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાસપોર્ટ ઓફિસના સત્તાધીશોને ઈમેલ મારફતે આ ધમકી મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત પોલીસનો કાફલો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગને ખાલી કરાવીને હાલ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાયબર ક્રાઈમની ટીમ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી આવ્યો છે તેની તપાસમાં જોડાઈ છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
