હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
સુરતના ઉધનામાં 'ખભે ખભો અડકવા' જેવી સામાન્ય બાબતે પાડોશીએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી
અગાઉ ચાલવા બાબતે થયેલી સામાન્ય ટક્કર બાદ બંને વચ્ચે મારપીટ થઈ જેની અદાવત રાખી આરોપી શિવ ચરણે યુવક પર જીવલેણ હુમલો કર્યો

સુરતના ઉધના વિસ્તારમાં માત્ર 'ખભે ખભો અડકવા' જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઉધનાના પ્રભુનગરમાં રહેતા 25 વર્ષીય યુવકની તેના જ પાડોશીએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દીધી હતી. પ્રાથમિક તપાસ મુજબ, અગાઉ ચાલવા બાબતે થયેલી સામાન્ય ટક્કર બાદ બંને વચ્ચે મારપીટ થઈ હતી, જેની અદાવત રાખી આરોપી શિવ ચરણે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ઉધના પોલીસે ગુનાની ગંભીરતા જોઈ ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
