તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th February 2026
સુરતમાં પાંડેસરામાં પ્રમુખ પાર્ક સોસાયટી પાસે યુવતીને જાહેરમાં માર મારી બાઈક ચાલક ફરાર
પોલીસે આરોપીની ઓળખ કરી:બાઈક નંબરના આધારે શોધખોળ શરૂ કરાઈ

સુરતમાં સામાન્ય અકસ્માત બાદ યુવતીને માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પાંડેસરામાં પ્રમુખ પાર્ક સોસાયટી પાસે આ ઘટના બની છે. યુવતીને જાહેરમાં માર મારી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સુરત પોલીસ એસીપી સુનિલ તરડેનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે આરોપીની ઓળખ કરી છે. બાઈક નંબરના આધારે શોધખોળ શરૂ કરાઈ છે. બાઈકનો નંબર ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. 24 કલાક વિતવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
