<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

નર્મદા જિલ્લાની ઈતિહાસમાં ઓનર કિલિંગની પ્રથમ ઘટના

દીકરીનો મુસ્લિમ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણતા પિતાએ પુત્રીનું ગળું દબાવી હત્યા કરી નાખી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ઈતિહાસમાં ઓનર કિલિંગની પ્રથમ ઘટના સામે આવી છે.જેમાં તિલકવાડા નજીકના વજેરીયા ગામમાં પુત્રીનો મુસ્લિમ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણતા જ પિતાએ પુત્રીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.આ મામલે તિલકવાડા પોલીસ મથકમાં હત્યારા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
    તિલકવાડાના વજેરીયા ગામની તેજસ્વીતા ઉર્ફે રિંકુ દશરથસિંહ ગોહિલ (ઉ.વ 22) સવારે પોતાના ઘરની બહાર ગઈ હતી અને મોડેથી ઘરે આવી હતી.ત્યારે તેજસ્વીતા જ્યારે ઘરે આવી એ સમયે એના પિતા દશરથસિંહ ગોહિલે પુત્રીને પુછતા એણે સાચી હકીકત જણાવી ન્હોતી.ત્યારે પિતાએ એને કહ્યું હતું કે સવારમા તને છોકરો જોવા માટે આવનાર છે અને તું કેમ આવુ કરે છે.ત્યારે એણે કહ્યું કે તમે મારા ગમે ત્યા લગ્ન કરાવશો પણ હું ત્યા રહેવાની નથી હું સલીમ સાથે જ લગ્ન કરવાની છુ.તેવુ જણાવતા પિતા દશરથસિંહને
   ગુસ્સો આવતા પોતાની પુત્રીનુ ગળું દબાવ્યું હતું.એ દરમિયાન માતા દક્ષાબેન છોડાવવા વચ્ચે પડવા છતા પિતાએ પુત્રીનું ગળું છોડ્યું ન્હોતું, અને અંતે પુત્રીનુ મોત નીપજ્યું હતું.જો કે પિતાની પુત્રીનુ ખેંચ આવતા મોત નીપજ્યું હોવાની ખોટી હકીકત પિતાએ ઘર, કુટુંબ તેમજ સગા સબંધીઓને જણાવી પુત્રીના મૃતદેહને કરનાળી નર્મદા નદીના ઘાટ ઉપર આવેલ ત્રીવેણી સંગમ ખાતે અંતિમવીધી કરી દીધી હતી.પોલીસે પુત્રીની હત્યાના ગુનામાં પિતા દશરથસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે

(10:32 PM IST)