હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તિલકવાડામાં દારૂની હેરાફેરી ક૨તા બે શખ્શોને રૂ.૮,૫૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં દારૂ ની હેરાફેરી કરતા શખ્શો પર એલસીબી ટીમ બાઝ નજર રાખી મુદામાલ સાથે બૂટલેગરો ને ઝડપી કેશ કરે છે જેમાં તિલકવાડા પો.સ્ટે. વિસ્તાર માં દારૂની હેરફેર કરતા બે શખ્શોને એલસીબી ટીમે ઝડપી ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા અસરકારક કામગીરી કરવા સુચનાના પગલે પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી, નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો તિલકવાડા પો.સ્ટે. વિસ્તારના ઉતાવળી ચોકડી નજીક પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે. ડો. રમેશભાઈ મંગળભાઈ તેમજ પો.કો જયેશભાઈ કાનજીભાઈ એલ.સી.બી. નર્મદા નાઓને સંયુકત બાતમી મળેલ કે એક સિલ્વર કલરની બ્રેઝા ફોરવીલ ગાડી નંબર GJ-06-PM-5779 જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી દેવલીયા તરફથી તિલકવાડા ચોકડી થઇ લીમપુરા ગામ તરફ પસાર થનાર છે. જેથી આ ફોરવીલ ગાડીને લીમપુરા ચોકડી પાસે રોકવા માટે નાકાબંધી કરેલ
આ દરમિયાન ઉપરોક્ત બાતમી વાળી ફોરવીલ ગાડી આવતા તેને રોકવાનો ઈશારો ક૨તા તેના ચાલકે ગાડી રોકેલ નહીં અને લીમપુરા ગામથી બુજેઠા ગામ તરફ રોડે હંકારી મૂકતા ખાનગી વાહનથી આ ગાડીનો પીછો કરતા ગાડી લીમપુરા ગામ થઈ બુજેઠા ગામ તરફ જતા ખાડી-કોતરના નાળા ઉપર ગાડીને કોર્ડન કરી પકડી પાડેલ. બાદ બ્રેઝા ગાડીમાં તપાસ ક૨તા પાછળના ભાગે તથા ડેડીના ભાગે ભારતીય બનાવટના પ્રોહી. મુદ્દામાલ જેની કિંમત રૂ. ૩,૪૧,૨૪૪ તથા સિલ્વ૨ કલ૨ની બ્રેઝા ફોરવીલ ગાડી કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- તથા એન્ડ્રોઈડ મોબાઈલ નંગ ૦૨ કિંમત રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮,૫૬,૨૪૪/- નો મુદ્દામાલ ઝડપી (૧) ધવલભાઈ કનુભાઈ પરમાર (રહે. ૧૨, હરેકિષ્ના સોસાયટી વડદલા રોડ, તરસાલી, તા,જી.વડોદરા )તથા (૨) રતન ફતેસિંહ ચૌહાણ( રહે. રાજપુરાણી પૌર નજર બાગ ની સામે માંડવી તા,જી. વડોદરા) ને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
