News of Friday, 27th February 2026
રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને શ્રી સુરતી મોઢ વણિક અડાજણ રાંદેર રોડ યુવક મંડળ દ્વારા લોક દ્રષ્ટી આઇ બેન્કને ચક્ષુદાન અને દેહદાન પ્રાપ્ત થયું
શીલાબેન સેવંતીલાલ શાહ, (ઉંમર -૯૦ વર્ષ) ના દેહદાનનો સંકલ્પ કરેલ જે અર્પણ કરવામાં આવ્યું.

( ભરત શાહ દ્વારા ) નર્મદા : તા. ૨૭ દેહદાતા અને ચક્ષુદાતા સદ. શીલાબેન સેવંતીલાલ શાહ, (ઉંમર -૯૦ વર્ષ) (રહે. એન ૧૦૧, ન્યૂઝ એવન્યુ, આનંદ મહલ રોડ અડાજણ, સુરત) નું અવસાન થતા તેમના પુત્ર સુનિલ સેવંતીલાલ શાહ અને ભરતભાઈ શાહ, પુત્રી માલતીબેન આર.શાહ, અલકાબેન જે. શાહ, પારૂલબેન જે. મોદી દ્વારા ડો પ્રફુલ શિરોયાનો સંપર્ક કરી ૨૦ વર્ષ પહેલા માતાએ દેહદાનનો સંકલ્પ કરેલ. જે વાતને ધ્યાનમાં લઈ ડો શિરોયા દ્વારા વિદ્યાદીપ હોમિયોપેથીક મેડિકલ કૉલેજ, કિમ ખાતે અર્પણ કરવામાં આવ્યું, દેહદાન અને ચક્ષુદાનની સેવામાં યુવક મંડળના સર્વ હરીશ પીપવાળા, પરેશ ભાટિયા, પંકજ માંજરાવાળા, મનોજ ગાંધી, નીતિન ઘાએલ સાથે હર્ષા માંજરાવાળા, હિના પીપવાળા, દિનેશભાઈ જોગાણી એ સેવા આપી હતી. સાથે પરિવારના નજીકના લેખક ઉમેશ ભટ્ટ, કવિ ગૌરાંગ ઠાકર, કાર્તિક દેસાઈ, ડો. ઈન્તેખાબ અનસારી, પ્રેમ સુમેસરાપણ ઉપસ્થીત રહ્યા હતા.
લોક દષ્ટિ ચક્ષુ બેંકના અને રેડ ક્રોસના ચેરમેન કમાન્ડન્ટ ડો. પ્રફુલ ભાઈ શિરોયાએ જણાયું હતું કે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેહની આંતરિક રચના માટે દેહ દાનની જરૂરિયાત હોય છે એ જ રીતે કાળી કીકીને કારણે અંધાપો ભોગવતા વ્યક્તિઓ માટે ચક્ષુદાન ખુબ જરૂરી છે. દેહદાન અને ચક્ષુદાન સ્વીકારી સદગતની આત્માની શાંતિ માટે સમૂહ પ્રાર્થના કરી દેહદાન અને ચક્ષુદાન બદલ પ્રમાણપત્ર અર્પણ કર્યું વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ - જયંતીભાઈ પટેલ, વિદ્યાદીપ યુનિવર્સિટીના ઉપપ્રમુખ - હિરણભાઈ પટેલ, વિદ્યાદીપ યુનિવર્સિટીના સુપરિન્ટેન્ડન્ટ, પ્રિન્સિપલ અને પ્રોવોસ્ટ - ડૉ. વિપુલ શાસ્ત્રી, હોમિયોપેથી ફેકલ્ટીના ડીન - ડૉ. આર. પી. ડી'સુઝા હ્યુમન એનાટોમી વિભાગના વડા અને એસોસિએટ પ્રોફેસર - ડૉ. અવની પટેલે પણ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
