<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

રાજપીપલા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:એક તરફ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે 27 ફેબ્રુઆરી રાજપીપલા પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળતા તંત્ર દોડતું થયું હતું.તાબડતોડ બોમ્બ-ડોગ સ્કવોડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

  નર્મદામાં આવેલ રાજપીપલા શહેર વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજપીપલા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી.
ગુજરાતની લગભગ મોટાભાગની પોસ્ટ ઓફિસને એક સરખો જ મેઇલ મળ્યો હતો, જે પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટના મેઇલમાં આવ્યો છે.આ મેઇલને પગલે તમામ કચેરીઓને ખાલી કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજપીપલા પોસ્ટઓફિસ અને પાસપોર્ટ ઓફીસમાં પણ મેઈલ મળ્યો હતો.
રાજપીપલા પોસ્ટ ઓફિસની તપાસના અંતે નર્મદાના ડી.વાય.એસ.પી પી.આર.પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જે વડોદરાથી મેઇલ મળ્યો કે બોમ્બની અફવાઓ ઉડી છે.ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ સાથે રહી એસ.ઓ.જી પી.આઈ વાળાની સૂચના અને જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલની સૂચના મુજબ પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસ, તમામ રૂમો તથા અગાસીમાં ચેક કરતા કોઈ એવું આર્ટિકલ અને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી

(10:38 PM IST)