<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

હવે ગરમી ભુક્કા બોલાવશે :રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે:આગામી 2 દિવસ આકરી ગરમીનું એલર્ટ જારી

તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થતા ગરમી વધશે:આગામી 2 દિવસ ગરમીનો પારો 37થી 39 ડિગ્રી સુધી વધીને પહોંચી શકે

અમદાવાદ : છેલ્લા સપ્તાહથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીથી ઊંચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 5 માર્ચ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આગામી 10 દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટાના કોઇ અનુમાન નથી. જેથી ખેડૂત માટે રાહતના સમાચાર છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાની કોઇ શકયતા નથી. આગામી 10 દિવસ ઉત્તરોતર ગરમી વધવાનું અનુમાન છે. ગઇ કાલે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમદાવાદ, રાજકોટ, ભૂજમાં નોંધાયું. અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે 

   હવામાન વિભાગે આગામી 2 દિવસ આકરી ગરમીનું એલર્ટ આપ્યું છે. 2 દિવસ બાદ ગરમીમાં  વધારો થશે.તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થતા ગરમી વધશે. આગામી 2 દિવસ ગરમીનો પારો 37થી 39 ડિગ્રી સુધી વધીને પહોંચી શકે છે. અમદાવાદનું મહત્તમ 35.7 ડિગ્રી નોંધાયું છે. પવનની દિશા બદલાતા ગરમીનો  અનુભવ થશે.

(11:04 PM IST)