તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
સૌરાષ્ટ્રની રિજિયોનલ કોન્ફરન્સ રૂટિન નહિ,બોર્ડર રેન્જ જેવી પરિણામલક્ષી અને મહા મંથન જેવી જ છેઃ કે. એલ.એન.રાવ.
રાજકોટની બેઠકમાં દરેક શહેર જિલ્લાના પ્રશ્નોના મૂળમાં પોહચી સમસ્યાઓ હલ કરવાનો અમારો હેતુ છેઃ અકિલા સાથે ગુજરાતના મુખ્ય પોલીસ વડાની વાતચીત : તબક્કાવાર પ્રશ્નો સમજી દરેક શહેર જિલ્લાની અમારા અનુભવ આધારે મૂલ્યાંકન થશેઃ સાગર સુરક્ષા , ટાપુઓ વિગેરેના પેટ્રોલિંગ, કોસ્ટ ગાર્ડ, ib સાથેના સંકલનની ધરી અંગે રણનીતિ ઘડી તેના ત્વરીત અમલ માટે સૂચના આપી દેવાશે : પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવ ટીમ દ્વારા તૈયારીઓને આખરી ઓપ

રાજકોટ તા. ૨૮: ગુજરાતના મુખ્ય પોલીસ વડા તરીકે ચાર્જ લેતા સાથે જ સૌરાષ્ટ્રના એક છેડાથી ગુજરાતના બીજા છેડા સુધીના જિલ્લા, મહાનગરોના ડીસીપી, જોઇન્ટ કમિશનર સહિત મહત્વની જગ્યાઓ ઉપર ફરજ બજાવી વિશાળ અનુભવ ધરાવતા પોલીસ મહાનિર્દેશક ડો. કે એલ એન.રાવ કાલે રાજકોટમાં સૌરાષ્ટભરની રિજિયોનલ કોન્ફરન્સ માટે રાજકોટ આવી રહ્યા છે ત્યારે આ માટે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને રાજકોટ રેન્જ અર્થાત્ ઉતર સૌરાષ્ટ્રના વડા અશોક કુમાર યાદવ ટીમ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવા કટિબદ્ધ બન્યા છે.
સામાન્ય રીતે આવી કોન્ફરન્સ મોટે ભાગે ટૂરિસ્ટ ટૂર જેવી બની રહેતી હોય છે,પણ ડો.રાવે ચાર્જ સંભાળતા સાથે જ આખા રાજ્યના અધિકારીઓને ભેગા કરવાને બદલે પોતાની વન ડે વન ડિસ્ટ્રિક્ટ નીતિ મુજબ તબક્કાવાર દરેક પ્રશ્નો સમજી તેને હલ કરવાની નીતિ રાખી છે.
તાજેતરમા તેમની કરછ બોર્ડર રેન્જની કોન્ફરન્સ સમયે BSF, એર ફોર્સ, ib અને કોસ્ટ ગાર્ડ સાથે મિટિંગ કરી, જાતે પેટ્રોલીંગમાં જોડાયા આ ઘટના પોલીસ તંત્ર માટે અનોખી બની, વાત અહીથી પૂર્ણ થતી નથી, સાગર સુરક્ષા માટે કોસ્ટ ગાર્ડ સાથે માસ્ટર પ્લાન બનાવવા ગાંધી નગરમાં હાઈ લેવલની બેઠક દ્વારા પરિણામલક્ષી કાર્યવાહીનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડતા રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોની ખૂબ અપેક્ષા વધી ગાયેલ છે. આ બાબતે ડો કે. એલ.એન.રાવને સવાલ કરાતા તેઓએ જણાવ્યું કે સૌરાષ્ટ્રની રિજિયોનલ કોન્ફરન્સ પણ રૂટિન કોન્ફરન્સ નથી, અમારા અનુભવ આધારે સૌરાષ્ટ્રની ઇતિહાસ,ભૂગોળ, સામાજિક સ્થિતિ દરિયા કાંઠા, દ્વારકા સોમનાથ જેવા વૈશ્વિક ધાર્મિક સ્થળો આ બધી બાબતો કેન્દ્રમાં રાખી મહા મનોમંથન થશે. આ બેઠકમાં ભાવનગર રેન્જ વડા ગૌતમ પરમાર,જુનાગઢ રેન્જ વડા નિલેશ જાજાડિયા, રાજકોટના ડીસીપી, સૌરાષ્ટ્રનાં જિલ્લા પોલીસ વડાઓ, એસ આર પી કમાન્ડૅટ , જેલ સુપ્રીઓ ઉપસ્થિત રહેનારા છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
