તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
સુરતના મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ: 9 ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
રિંગરોડ વિસ્તારમાં કમલા દરવાજા પાસેની જાણીતી મિલેનિયમ માર્કેટ-1 માં સવારે આગ ફાટી નીકળતા ટેક્સટાઈલ માર્કેટમાં અફરાતફરી

સુરતના એક મોટા માર્કેટમાં આગ લાગ્યાનો બનાવ બન્યો છે. શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલા કમલા દરવાજા પાસેની જાણીતી મિલેનિયમ માર્કેટ-1 માં સવારે આગ ફાટી નીકળતા ટેક્સટાઈલ માર્કેટમાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા 9 ફાયર સ્ટેશનથી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
આગના બનાવ અંગે મળતી વિગતો અનુસાર, સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા કમલા દરવાજા પાસે આવેલ મિલેનિયમ માર્કેટ-1 માં આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને 10:30 વાગ્યે મળ્યો હતો. બનાવને પગલે અલગ અલગ 9 ફાયર સ્ટેશનથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
કાપડનો જથ્થો હોવાને કારણે ધુમાડાના કાળા ગોટેગોટા દેખાયા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સદનસીબે, આગની આ ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ ફસાયા હોવાના કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.
મિલેનિયમ-1 માર્કેટમાં લાગેલી ભીષણ આગને આખરે ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પૂર્ણપણે કાબુમાં લીધી છે. સાવચેતીના ભાગરૂપે તમામ દુકાનો બંધ કરી દેવાઈ હતી. આગ ઓલવાઈ જતાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, માર્કેટમાં ભરાયેલા ધુમાડાને કારણે હજુ પણ સાફ-સફાઈ અને નુકસાનીના આંકલનની કામગીરી ચાલુ છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
