<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઉનાળાના આરંભ પૂર્વે રાજ્યમાં કુલ 74 ટકા જળસંગ્રહ નોંધાયો

સૌરાષ્ટ્ર વિસ્તારમાં જળસંગ્રહ ઘટીને માત્ર 60 ટકા રહ્યો જ્યારે કચ્છ જિલ્લામાં તો પાણીનો જથ્થો ફક્ત 40 ટકા સુધી સીમિત રહ્યો

અમદાવાદ : ઉનાળાના આરંભ પૂર્વે રાજ્યમાં કુલ 74 ટકા જળસંગ્રહ નોંધાયો છે, છતાં વિસ્તારો મુજબ સ્થિતિમાં નોંધપાત્ર ફરક જોવા મળે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જળસંગ્રહ ઘટીને માત્ર 60 ટકા રહ્યો છે, જ્યારે કચ્છ જિલ્લામાં તો પાણીનો જથ્થો ફક્ત 40 ટકા સુધી સીમિત રહ્યો છે. રાજ્યભરમાં કુલ 6 લાખ 63 હજારથી વધુ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ અંદાજે 38 હજાર MCFT વધુ છે. આવનારા ઉનાળામાં રાજ્યના કુલ 207 જળાશયો પર જ પાણીની જરૂરિયાત માટે નિર્ભર રહેવું પડશે. જો પાણીનું યોગ્ય અને સુવ્યવસ્થિત વિતરણ નહીં કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં પાણીની અછત ઊભી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

 

(11:12 AM IST)