News of Saturday, 28th February 2026
મંગળવારે ચંદ્રગ્રહણ નિમીતે શ્રી અંબાજી મંદિરે આરતી દર્શનના સમયમાં ફેરફાર

રાજકોટઃ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે, તા.૦૩ માર્ચ મંગળવારના ફાગણ સુદ પુનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. આરતી સવારે - ૬ થી ૬:૩૦, દર્શન સવારે - ૬:૩૦ થી ૭:૩૦,રાજભોગ - ૭:૩૦ થી ૦૮,દર્શન બંધ - ૮ થી ૨૧:૩૦, શયનકાળ ની આરતી- ૨૧:૩૦ (આશરે), નળત્ય મંડપ માંથી દર્શનનો સમય સવારે ૦૯:૪૫ થી બપોરે ૧૪:૦૦ કલાક સુધી રહેશે.તા.૦૨માર્ચ સોમવાર ફાગણ સુદ ૧૪ ની સાંજની હોળી સાંજે ૧૮:૩૦ કલાક પ્રગટાવામાં આવશે.આથી હોળીના દિવસે આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.આરતી સવારે - ૭:૩૦ થી ૮:૦૦,દર્શન સવારે - ૮: ૦૦ થી ૧૧:૩૦, રાજભોગ - ૧ર કલાકે, હોળી પ્રગટાવવાનો સમયઃ-૧૮:૩૦ કલાકે,આરતી સાંજે - ૧૯:૩૦ થી ૨૦:૦૦(આશરે) રાખેલ હોવાનું જણાવાયું છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
