News of Saturday, 28th February 2026
મતદાર યાદી સુધારણા ખર્ચ અંગે વિધેયક પસારઃ લાખો મતદારોના નામ-ફોટા ગાયબઃ ઇટાલિયા
અર્જુન મોઢવાડીયાએ કહ્યું 'SIR' કામગીરી માટે રાજય સરકારને ખર્ચ નહિઃ ગોપાલ ઇટાલિયાએ ખોટા ફોર્મ ભરનારાઓને જેલ ભેગા કરવા માંગણી કરી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૯: આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં SIR ની કામગીરી અંગે વધારાના ખર્ચ માટે પૂરક વધારાના ખર્ચ અંગે બીલ લાવવામાં આવ્યું હતું. આ બીલમાં સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકમાં રાજયના એકત્રિત ફંડમાંથી મતદારો યાદી સુધારણાની કામગીરીના વધારાના ખર્ચ માટે મંજુરી માંગવામાં આવી હતી ગૃહમાં ગરમાગરમ ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના સભ્યો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલીયા દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મતદાર યાદીની ક્ષતિઓ રજૂ કરવામાં આવી હતી.અર્જુનભાઇ મોઢવાડીયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા જણાવ્યું હતું કે કેન્દ્રનું ચુંટણીપંચ સ્વાયત છે અને આ ચુંટણીપંચ રાજયના ચુંટણી પંચને કામગીરી સોંપતી હોય છે. બજેટમાં કરવામાં આવતી નાણાંકીય જોગવાઇ મુજબ ખર્ચ કરવામાં આવે છે. સરકારની તિજોરીમાંથી એક રૂપિયો બિનજરૂરી વાપરવામાં આવતો નથી.
ગોપાલ ઇટાલીયાએ આક્ષેપો કરતા કહ્યું હતું કે SIR માં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ પણ લાખો મતદારોનાં નામ અને ફોટો વગરની યાદીઓમાંથી દુર થયા છે. આના કારણે મતદારો મત આપવાથી બહાર રહે છે. મતદાર યાદીમાં ખોટા ફોર્મ ભરનારાઓ સામે કડક કાર્યવાહી કરી તેમને જેલ ભેગા કરવા જોઇએ ચુંટણી પંચની ચર્ચા અહીં થતી નથી પરંતુ ક્ષતિઓની ચર્ચા અને સૂચન કરી શકાય છે. ચૂંટણીની સાથે સંકળાયેલા કર્મચારીઓની કામગીરી પર ચર્ચા કરી શકાય છે. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષે ચુકાદો આપતા જણાવ્યું કે આ અંગે તમામ પાસાઓ તપાસી સભ્યોને ચર્ચા માટે મંજુરી આપવામાં આવી હતી.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
