News of Saturday, 28th February 2026
ગોૈચરની જમીનમાં ૪૪૯૮ દબાણઃ સરકારનો એકરાર
રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ૫૧૧ સ્થળોએ દબાણઃ ગાંધીનગર મોખરે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૨૮: ગુજરાત વિધાનસભાના સત્ર દરમ્યાન રાજયમાં ગોૈચરની જમીનો પર થયેલા દબાણો અંગે અગત્યની કેટલીક બાબતો ધ્યાનમાં આવી છે.
આ અંગે મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડીય બાબત પ્રમાણે જોઇએ તો રાજયના કુલ ૨૫ જીલ્લાઓમાં કુલ ૪૪૯૮ જગ્યાઓ પર ગોૈચરની જમીનો પર દબાણો થયાની વાત બહાર આવી છે.
આ દબાણોના રાજયના મહેસાણા અને ગાંધીનગરમાં પણ વધારે પ્રમાણમાં થયા છે. તેવી કબુલાત મહેસુલ મંત્રીએ કરી અને મહેસાણા જિલ્લામાં ૯૬૫ અને ગાંધીનગરમાં ૩૬૯ દબાણો સાથે રાજયમાં પ્રથમ ક્રમે છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટમાં ૫૧૧, જુનાગઢમાં ૬૩૫, અમદાવાદમાં ૧૪૦, વડોદમાં ૧૮ દબાણો અસ્તિત્વમાં છે. તેવી સરકારની કબૂલાત કરવામાં આવી છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
