<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

અરવિંદ કેજરીવાલને અધર્મ વિરૂદ્ધની લડાઈમાં હનુમાનજી શક્‍તિ આપે એવી ‘આપ'પ્રાર્થના કરશે

અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હોળીના દિવસે પોતાના ઘરે હનુમાન ચાલીસાના પાઠ કરશે

રાજકોટ તા.૨૮ :   આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્‍યું છે કે,કથીત દારૂ કાંડમાં નિર્દોષ જાહેર થયેલ આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય કન્‍વીનર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના સમર્થનમાં આમ આદમી પાર્ટી આગામી ત્રણ તારીખે હોળીના દિવસે કાર્યકરો પોતાના ઘરે હનુમાન ચાલીસાના પાઠ કરશે.

અરવિંદ કેજરીવાલને અધર્મ વિરૂદ્ધની લડાઈમાં હનુમાનજી શક્‍તિ આપે એવી પ્રાર્થના કરશે.તેમ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્‍યું છે.

(3:35 PM IST)