<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

કે.સી.હોલિડેઝના સંચાલક દ્વારા ઠગાઈના કેસમાં સુરતથી મુખ્ય આરોપી કિરણ ચૌહાણની ધરપકડ

ફ્લાઈટ ટિકિટ, વિઝા અને હોટલ બુકિંગના નામે ઠગાઈ:172 જેટલા લોકો પાસેથી 1.20 કરોડની રકમ પડાવી

અમદાવાદઃ કે.સી.હોલિડેઝના સંચાલક દ્વારા ઠગાઈના કેસમાં સુરતથી મુખ્ય આરોપી કિરણ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.  વિદેશ ફરવા મોકલવાના નામે છેતરપિંડી આચરી હતી. ફ્લાઈટ ટિકિટ, વિઝા અને હોટલ બુકિંગના નામે ઠગાઈ કરી હતી. 172 જેટલા લોકો પાસેથી 1.20 કરોડની રકમ પડાવી હતી. આરોપી સામે સરખેજ, કૃષ્ણનગર,વડોદરામાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

(7:16 PM IST)