News of Saturday, 28th February 2026
ગાંધીનગરના દહેગામમાં પુષ્પા સ્ટાઈલમાં ચંદનની ચોરી:રાતોરાત ખેતર સાફ કર્યુ:10 ઝાડનું નિકંદન કાઢી ચંદન ચોર ટોળકી ફરાર
અંદાજે 300 કિલોથી વધારે ચંદનના ઝાડની તસ્કરોએ ચોરી કરી: ખેતર માલિકના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગાંધીનગરના દહેગામમાં પુષ્પા સ્ટાઈલમાં ચંદનની ચોરી કરવામાં આવી હતી ચંદન ચોર ટોળકીએ રાતોરાત ખેતર સાફ કર્યુ હતું 10 ઝાડનું નિકંદન કાઝી ચંદન ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી તસ્કરોએ ખેતરમાં ઘુસીમે લાખોની કિંમતના ચંદનની ચોરી કરી હતી અંદાજે 300 કિલોથી વધારે ચંદનના ઝાડની તસ્કરોએ ચોરી કરી હતી સમગ્ર ઘટનાને પગલે ખેતર માલિકના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. પોલીસ ચંદન ચોરની ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જ્યારે ખેતરના માલિક સવારે ઉઠીને ખેતરમાં આવ્યા તો તેમને જાણ થઈ કે મોટી માત્રામાં ચંદનની ચોરી થઈ છે. ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. સમગ્ર મામલે વન વિભાગ અને પોલીસે ચોર ટોળકીને પકડવા કવાયત હાથ ધરી છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
