તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 28th February 2026
રાજપીપળાની માય શેનન પ્રી સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપનું વિજ્ઞાનલક્ષી મનનીય પ્રવચન

( ભરત શાહ દ્વારા ) નર્મદા: 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી રાજપીપળા ખાતે આવેલ માય શેનન પ્રિ સ્કૂલમાં નાના બાળકો દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ, નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, ઉપ-પ્રમુખ ગીરીરાજસિંહ ખેર, પ્રિન્સિપાલ મહાજન ભાઈ ભાલાણી સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
એલ કેજી, યુ કેજીના નાના ભૂલકાઓ દ્વારા વિજ્ઞાન વિષયને અનુલક્ષીને વિજ્ઞાનના જુદા જુદા વિષય પર વિજ્ઞાનના થીમ આધારિત વિજ્ઞાનના પ્રયોગો, પ્રોજેક્ટ, ચાર્ટ, મોડેલ્સ વગેરે રજુ કરવામાં આવ્યા હતા. અને નાના ભૂલકાઓએ આ વિજ્ઞાન પ્રોજેક્ટને સમજાવ્યા પણ હતા.
નાના ભૂલકાઓએ ચંદ્રયાનની સફળતાનું સુંદર ગીત ગીત રજૂ કર્યું હતું.જેમાં ચન્દ્રયાન 3 ની સફળતા સાથે ભારત ગૌરવ નો પ્રોજેક્ટ પણ રજૂ કર્યો હતો. આં પ્રસંગે નોબેલ પારિતોષિક વિજેતા વિજેતા ડો. સી વી રામન સહિત ભારતના વૈજ્ઞાનિકોનીતસવીરોનું પણ પ્રદર્શન યોજાયું હતું જે બાળકોને ભાવી વૈજ્ઞાનિકો બનવાની પ્રેરણા આપતાં હતાં.
જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવી આજના દિવસે રામન ઇફેક્ટની શોધ કરનાર ડો. સી વી રામનને નોબેલ પારિતોષિક એનાયત થયું હતું એની શોધના ઉપલક્ષમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાતો હોવાનું જણાવ્યું હતું. આજના વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોએ રજુ કરેલી સુંદર કૃતિઓ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય.જીવનમાં અને વ્યવહારમાં ડગલેને પગલે વિજ્ઞાનનો ઉપયોગ કરતા થાય એવો વાલી વિદ્યાર્થીઓને અનુરોધ કરી વિજ્ઞાન દિવસની શુભેચ્છા પાઠવી હતી.
જયારે સાંસદમાં મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે 2047 માં ભારતને વિકસિત ભારત બનાવવાનું છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ભારત અન્ય દેશોની હરોળમાં આગળ વધી રહ્યું છે ત્યારે નર્મદામાં પણ બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય તે માટે વાલીઓને નાનપણથી જ બાળકો ને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષય ઉપર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો અને સુંદર પ્રદર્શન કરવા બદલ બાળકોને વાલીઓને અભિનંદન પાઠ્યા હતા
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
