હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 1st March 2026
અમદાવાદ-ડાકોર હાઇવે બન્યો ‘ભક્તિ માર્ગ’: ફાગણી પૂનમે રણછોડરાયના દર્શને પદયાત્રીઓનું ઘોડાપૂર
હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડતા સમગ્ર હાઇવે ભક્તિના રંગેરંગાયો

અમદાવાદ-ડાકોર હાઇવે બન્યો ‘ભક્તિ માર્ગ’, ફાગણી પૂનમે રણછોડરાયના દર્શને પદયાત્રીઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. હોળીના પર્વમાં ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો અમદાવાદ-ડાકોર હાઇવે પર જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડતા સમગ્ર હાઇવે ભક્તિના રંગે રંગાયો છે. ત્યારે પદયાત્રીઓની સુવિધા માટે માર્ગમાં અનેક સેવા કેમ્પો કાર્યરત છે. કેસરા પાસે અમદાવાદના શ્રદ્ધાળુઓ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી અવિરતપણે ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે. પદયાત્રીઓના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખીને અહીં દરરોજ હજારો લોકો માટે ગરમાગરમ અને શુદ્ધ ભોજન પીરસવામાં આવે છે. શ્રદ્ધા, ભક્તિ અને નિઃસ્વાર્થ સેવાનો આવો અદભૂત નઝારો ડાકોરના માર્ગો પર જોવા મળી રહ્યો છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
