તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st March 2026
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મેગા કોમ્બિંગ નાઈટ: એક જ રાતમાં 54 વાહનો ડિટેઈન કર્યાં
ડ્રિંક એન્ડ ડ્રાઈવના 4 કેસ કરાયા:22 સ્થળોએ રેડ :દારૂ પીધેલા અન્ય 10 શખ્સોની કરાઇ ધરપકડ.

અમદાવાદ શહેરમાંથી ગુનાખોરીને નાબૂદ કરવા માટે ક્રાઈમ બ્રાંચે ‘મેગા કોમ્બિંગ નાઈટ’નું આયોજન કર્યુ હતું. એક જ રાતમાં 54 વાહનો ડિટેઈન કર્યા છે. 100 જેટલી SUV અને ફેન્સી બાઇક્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન બદલ 54 વાહનો ડિટેઈન કરાયા હતા ડ્રિંક એન્ડ ડ્રાઈવના 4 કેસ કરાયા હતા દારૂ પીધેલા અન્ય 10 શખ્સોની ધરપકડ કરાઈ હતી બુટલેગરોના 22 સ્થળોએ રેડ પાડવામાં આવી હતી શંકાસ્પદ 10 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા હતા .
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
