<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ : હોળી-ધુળેટીએ વતન જવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

હોળી-ધુળેટીમાં વતન જવા મુસાફરોનો ધસારો :યુપી, બિહાર તરફ જતી ટ્રેનોમાં જવા ભારે ભીડ ઉમટી

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે અને હોળી-ધુળેટીમાં વતન જવા મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે, યુપી, બિહાર તરફ જતી ટ્રેનોમાં જવા ભારે ભીડ જોવા મળી છે. સુરતના ઉધના રેલ સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા ઉમટ્યા છે, વેઇટિંગ એરિયામાં મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળી છે.

  હોળી-ધુળેટીના પર્વને લઈ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતન જવા માટે રવાના થયા છે, રેલવેના વેઇટિંગ એરિયામાં મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળી છે અને વહેલી સવાર અને મોડી રાતથી મુસાફરો પહોંચ્યા છે, સુરતથી ઉત્તર પ્રદેશ જતી ખૂબ જ ઓછી ટ્રેન છે અને 16 થી 18 કલાકથી મુસાફરો વેઇટિંગ એરિયામાં બેઠા છે.

અમદાવાદમાં વસવાટ કરતા યુપી, બિહાર સહિતના રાજ્યોના હજારો લોકો આ તહેવાર ઉજવવા માટે પોતાના વતનમાં જાય છે. અત્યારથી આ પરિવારો પોતાના વતનમાં જવા માંડ્યા છે. જેમાં ગુરૂવાર બાદની અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હઉસફૂલ થઈ ગઈ છે.

આ સમયે તેઓને ટ્રેનની ટિકિટ નહીં મળવાના કારણે ખૂબ જ હાલાકી થતી હોય છે, તેઓ જનરલ કોચમાં જવા માટે મજબૂર થઈ જતા હોય છે અને જનરલ કોર્ટમાં બેસવા માટે પણ તેઓ 16 થી 24 કલાક ફોર્મ પર આવીને લાઈન લગાવીને બેસે છે. હોળીના પર્વ સિવાય આ સમયે અન્ય કારણોસર પોતાના વતન લોકોને પણ ભારે ભીડ હોવાના કારણે હાલાકી થતી હોય છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન બહાર પણ ટ્રાફિક સહિતની સમસ્યાઓ ન સર્જાય તે માટે પોલીસ પણ સતત કામગીરી કરી રહી છે.

(1:54 PM IST)